ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ને ગરમ કરી તેમાં થોડો થોડો કરીને ગુંદર શેકી લેવો. તેને એક બાઉલમાં લઇ ઠંડું થવા દો. પછી તેના પર વાટકી મૂકી ક્રશ કરવું.ત્યાર બાદ એ જ લોયામાં પોણી વાટકી ઘી લઇ ઘઉંના લોટને ગોલ્ડન બ્રાઉન શેકી લેવો.
- 2
પછી તેમાં મગજતરીના બી, સૂંઠ પાઉડર અને ગંઠોળા પાઉડર નાખી મિક્સ કરી લેવું. પછી સૂકું કોપરું અને બદામનો પાઉડર કરી લેવો અને તેને પણ નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ ડ્રાય ખજૂર પાઉડર અને ગુંદ નાખી મિક્સ કરો.
- 3
બીજા લોયામાં 1 ચમચો ઘી નાખી ગોળ નાખી દેવો. સરખું મેલ્ટ થવા દેવું. પછી ઘઉંનો લોટ ધીમે ધીમે નાખતા જવું અને મિક્સ કરતા જવું.
- 4
હવે એક થાળીને ઘી વડે ગ્રીસ કરી, બધું મિશ્રણ તેમાં પાથરી દેવું. ઉપર થી ખસખસ અને પીસ્તા નાખી દેવા. થોડી વાર ઠંડું થવા દેવું. પછી ચપ્પુ વડે કાપા કરી લેવા.તો તૈયાર છે ગુંદર પાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16701091








ટિપ્પણીઓ