સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ બાંધવા માટે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લઈ તેમાં ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી લેવું. પછી તેમાં વચ્ચે ખાડો કરી તેમાં દહીં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી તેની ઉપર પાણી નાખી બરાબર મિક્સ કરી લેવું
- 2
અને પછી ધીમે ધીમે પાણી નાખતા જઈ સોફ્ટ કણક તૈયાર કરી લેવી અને આ કણકને 1 ચમચીઘી નાખી બે મિનિટ મસળીને ઢાંકીને 1/2 અથવા બે કલાક માટે રેસ્ટ આપો
- 3
હવે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં બટાકાનો માવો લઈએ તેમાં જરૂર મુજબ મીઠું નાખી ડુંગળી નાખી બધા મસાલા કરી સ્ટફિંગ તૈયાર કરી લેવું
- 4
હવે બે કલાક રેસ્ટ આપ્યા બાદ લોટમાંથી લુવો લઇ તેને થોડી મીડીયમ થીક રોટલી વણી તેની અંદર સ્ટફિંગ મૂકી ચીઝ મૂકી બરાબર સીલ કરીફરીથી રોટલી વણી લેવી
- 5
પછી તેની ઉપર થોડું તેલ અથવા પાણી લગાવી તેની ઉપર કલોંજી અને તેલનું મિશ્રણ અને કોથમીર લગાવી હાથથી સ્ટીક કરી દેવું
- 6
પછી તવી ઉપર નાન નને બંને બાજુ શેકી લેવી અને પછી તેની પર ઘી લગાવી દેવું
- 7
પછી ગરમાગરમ નાન ને સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ