બેબી કોર્ન સિગાર વિથ મેયો સ્ટ્રોબેરી ડીપ

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#Week 1
#Swad ની Rangat
#Stater recipe
બેબી કોર્ન સિગાર વિથ મેયો સ્ટ્રોબેરી ડીપ
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#Week 1
#Swad ની Rangat
#Stater recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેયોડિપબનાવવા માટે એક બાઉલમાં મયોનિસ લઇ તેની અંદર ઝીણા સમારેલા કેપ્સિકમ ડુંગળી સ્ટ્રોબેરી લીંબુના રસ ખાંડ અને આદુ મરચા લસણની પેસ્ટ નાખી મિક્સ કરી ફ્રિજમાં ઠંડુ કરવા માટે મૂકી દેવું
- 2
હવે બેબી કોર્ન ને મેરીનેટ કરવા માટે એક બાઉલમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો બેઝિલ લાલ મરચું પાઉડર મીઠું ક્રશ કરેલા આદુ મરચા લસણ તેલ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું
- 3
બેબીકોર્નને બ્લાંચ કરવા માટે બેબી કોર્ન ને બરાબર ધોઈ લેવા પછી એક તપેલીમાં પાણી મૂકી તે ગરમ થાય એટલે બેબી કોર્ન નાખી બે થી ત્રણ મિનિટ માટે બ્લાંચ કરી કાઢી લઈ બરફવાળા ઠંડા પાણીમાં નાખી 4 થી 5 મિનિટ રાખી એક પ્લેટમાં કાઢી લેવા
- 4
પછી બેબીકોર્નને 1/2 કટ કરી લેવા
- 5
હવે જે મેરીનેશન નું મિશ્રણ તૈયાર કર્યું છે તેમાં કટ કરેલા બેબીકોર્નને બરાબર કોટ કરી એક પેનમાં બે થી ત્રણ મિનિટ માટે સોતે કરી લેવા બહુ વધારે કુક ના થવા દેવા પછી તેને એક પ્લેટમાં કાઢી લેવા ઠંડા થવા દેવા
- 6
હવે આઉટર લેયર બનાવવા માટે એક બાઉલમાંમ બાફેલા બટાકા નો માવો લઈ તેમાં કોર્ન ફ્લોર સ્વાદ પ્રમાણે મીઠું કોથમીર અને મેરીનેશનનો જે મિશ્રણ થોડું વધ્યું હોય તે નાખી મિક્સ કરી લેવું અને પછી તૈયાર કરેલા બેબીકોર્નને બટાકાના માવાથી કોટ ડ્રાયબેડક્રમ્સથી કોટ કરી સિગાર નો આકાર આપી દેવો
- 7
પછી સિગારને ગરમ તેલમાં તળી લેવા અને તળાઈ જાય એટલેએક પેપર નેપકીન ઉપર કાઢી લેવા
- 8
પછી ગરમાગરમ સિગારને મેયો અને સ્ટ્રોબેરીના ડીપ અને કેચઅપ સાથે સર્વ કરવા
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ