પંજાબી રાજમા વીથ રાઈસ (Punjabi Rajma With Rice Recipe In Gujarati)

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#punjabirecipe
#traditional
#cookpad
#cookpadindia
#cookpadgujarati
રાજમા અને રાઈસ નું કોમ્બિનેશન ગ્લુટન ફ્રી છે. રાજમા આયર્ન, કોપર, મેંગેનીઝ, પોટેશિયમથી ભરપૂર છે.જો તમે વેઈટલૉસ જર્ની કરી રહ્યા હોવ તો રાજમા ચાવલ બેસ્ટ ઓપ્શન છે.
🔶️ટીપ : રાજમા બફાઈ જાય પછી તેમાંથી પાંચ સાત દાણા રાજમાના લઇ અને ટામેટાની ગ્રેવી બનાવતી વખતે નાખવા. આ ગ્રેવી થી રાજમા ઘટ્ટ રસાદાર બને છે.
પંજાબી રાજમા વીથ રાઈસ (Punjabi Rajma With Rice Recipe In Gujarati)
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#punjabirecipe
#traditional
#cookpad
#cookpadindia
#cookpadgujarati
રાજમા અને રાઈસ નું કોમ્બિનેશન ગ્લુટન ફ્રી છે. રાજમા આયર્ન, કોપર, મેંગેનીઝ, પોટેશિયમથી ભરપૂર છે.જો તમે વેઈટલૉસ જર્ની કરી રહ્યા હોવ તો રાજમા ચાવલ બેસ્ટ ઓપ્શન છે.
🔶️ટીપ : રાજમા બફાઈ જાય પછી તેમાંથી પાંચ સાત દાણા રાજમાના લઇ અને ટામેટાની ગ્રેવી બનાવતી વખતે નાખવા. આ ગ્રેવી થી રાજમા ઘટ્ટ રસાદાર બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમાને ધોઈ અને છ કલાક માટે પાણીમાં પલાળી રાખવા છ કલાક બાદ કુકરમાં ત્રણ કપ પાણી ઉકળવા મૂકો. પાણીમાં તમાલપત્ર, તજ સ્ટીક નાખો. ઉકળતા પાણીમાં રાજમાં નાખો કુકર બંધ કરી અને ચાર સીટી વગાડો. કુકર ઠંડુ પડે એટલે તેમાંથી પાંચ સાત દાણા રાજમાના અલગ કાઢી અને ટામેટાની પ્યુરી બનાવતી વખતે તેમાં નાખો જેથી રાજમાંમાં ઘટ્ટ રસો બનશે.
- 2
હવે ડુંગળી મરચાં આદુ લસણ ચોપ કરી લેવા એક પેનમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે જીરું ક્રેક કરો અને તેમાં આ ચોપ કરેલા તમામ વેજીટેબલ્સ નાખી અને સાંતળી લો.
- 3
હવે તેમાં હિંગ એડ કરો વસંત ગરમ મસાલો નાખો.
- 4
સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરી અને ગ્રેવી માંથી તેલ છૂટું પડે અને ફ્લેવરફુલ બને ત્યાં સુધી મીડીયમ ફ્લેમ પર હલાવો. હવે તેમાં બાફેલા રાજમા તેના પાણી સાથે જ એડ કરો. પાંચ મિનિટ સુધી ઢાંકીને તેને ઉકળવા દો. ત્યારબાદ લીલા ધાણા નાખી અને મિક્સ કરો. ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે રાજમા.
- 5
એક તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી ઉકળવા મૂકો. તેમાં એક ટીસ્પૂન તેલ નાખો. જેથી ભાતનો દાણો છૂટો જ રહે. ઉકળતા પાણીમાં ચોખા નાખી દેવા. જ્યારે બધું જ સરસ ઉકળવા લાગે એટલે તેમાં છીણેલું ગાજર એડ કરો. ચોખા કુક થવા આવે એટલે તેમાં અડધા લીંબુનો રસ નીચોવી મિક્સ કરી અને એક કાણાવાળા વાસણમાં ભાત કાઢીને બધું જ પાણી નિતારી લેવું. હવે આ ભાતને એક બાઉલમાં લઈ અને તેમાં ઘી નાખી દેવું.
- 6
રાજમા ચાવલ સાથે સ્વીટ દહીં ખૂબ જ સરસ લાગે છે. દહીંને એક મોટી ગરણીમાં પાંચથી સાત મિનિટ માટે મૂકી રાખો.જેથી બધું જ પાણી નીતરી જાય. હવે એ દહીંમાં મીઠું,ખાંડ તથા બીટ નો રસ નાખી અને ચમચીની મદદથી ફેંટી લો. સ્મૂધ, પિન્ક, સ્વીટ નહીં તૈયાર છે. રાજમા ચાવલ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
- શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)





















ટિપ્પણીઓ (11)