હેલ્થી ઓટ્સ સોજી ઢોકળા (Healthy Oats Sooji Dhokla Recipe In Gujarati)

Disha Prashant Chavda @Disha_11
જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા હોય અને કઈ હેલ્ધી ખાવું હોય ત્યારે આ ઢોકળા બેસ્ટ ઓપ્શન છે. સાવ ઓછા ઘટકો થી અને ફટાફટ બની જાય છે.
#DRC
હેલ્થી ઓટ્સ સોજી ઢોકળા (Healthy Oats Sooji Dhokla Recipe In Gujarati)
જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા હોય અને કઈ હેલ્ધી ખાવું હોય ત્યારે આ ઢોકળા બેસ્ટ ઓપ્શન છે. સાવ ઓછા ઘટકો થી અને ફટાફટ બની જાય છે.
#DRC
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સને પાણીમાં 10 થી 15 મિનિટ પલાળવા. લસણ મરચા ચોપરમાં ચોપ કરવા.
- 2
હવે મિક્સર જારમાં પાણી નિતારીને ઓટ્સ નાખવા. ત્યારબાદ તેમાં દહીં નાખી સ્મૂધ પેસ્ટ બનાવવી.
- 3
હવે તેમાં મીઠું સોજી અને ચણાનો લોટ નાખી લસણ અને મરચા નાખવા. બધું સરખું મિક્સ કરો.
- 4
હવે ખીરામાં ઈનો નાખી થોડીવાર ફેટી લેવું. થાળીમાં તેલ લગાવી તેના પર ખીરું પાથરી ઉપર કોળી મસાલા અને મરી પાઉડર છાંટો. ત્યારબાદ ૧૦ થી ૧૨ મિનીટ માટે વરાળે બાફી લેવા.
- 5
તૈયાર છે હેલ્ધી સોજી અને ઓટ્સના ઢોકળા. ગરમ ગરમ પીરસવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16833420

ટિપ્પણીઓ (12)