લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)

મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ મગ માં રહેલી છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે.
માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી.
ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ” મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે.
ઢોકળા એ નાના બાળકોથી લઈને મોટા દરેકને પંસદ હોય છે. અડદની/ચણાની દાળ અને ચોખા વડે ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ આ મગ વડે સહેલાઈથી બનતા ઢોકળા સ્વાદિષ્ટ તો લાગે છે અને પોષ્ટિક પણ છે.
લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)
મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ મગ માં રહેલી છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે.
માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી.
ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ” મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે.
ઢોકળા એ નાના બાળકોથી લઈને મોટા દરેકને પંસદ હોય છે. અડદની/ચણાની દાળ અને ચોખા વડે ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ આ મગ વડે સહેલાઈથી બનતા ઢોકળા સ્વાદિષ્ટ તો લાગે છે અને પોષ્ટિક પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
🔶 સૌપ્રથમ મગ, ચોખા અને અડદની દાળ 4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ બરાબર ધોઈ મિક્સર દહીં ઉમેરીને વાટી ખીરું તૈયાર કરો.
🔶 ખીરું 30 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
🔶 30 મિનિટ બાદ ઢોકળા માટે પાણી ગરમ કરવા મૂકવું અને ખીરુંમાં રવો, આદું મરચાં ની પેસ્ટ મીઠું અને મગ ઉમેરી બરાબર મિકસ કરી લો. - 2
🔶 હવે ઢોકળાની થાળીમાં તેલ લગાવી દો.
🔶 એક વાટકીમાં તેલ, ઈનો અને લીંબુનો રસ મિક્સ કરી બરાબર હલાવી ખીરું માં ઉમેરો બરાબર મિક્સ કરી ખીરું થાળી માં રેડી દો.
🔶 હવે થાળી કૂકરમાં મૂકી 10 થી 12 મિનિટ સુધી બાફી લો. - 3
હવે થાળી ઠંડી થાય એટલે તેમાં કાપા પાડી વઘાર કરી રેડી દો.
- 4
તૈયાર થયેલા ઢોકળા સર્વીંગ ડીશ માં કાઢી ઉપર ચાટ મસાલો છાંટી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
સામાન્ય રીતે જોઈએ તો માંદા નો ખોરાક મગ છે .મગ પચવામાં હલકા છે .દૂધ જેટલું જ પોષણ આપનાર છે .જેટલી શક્તિ ઘી ખાવા થી પ્રાપ્ત થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે .મગ રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે છે .#EB#Week7 Rekha Ramchandani -
સ્પ્રાઉટેડ મગ ઉત્તપમ (Sprouted moong Uttapam Recipe in Gujarati)
#goldenapron3 #week_20 #Moongફણગાવેલા મગ વડે મેં પનીર ચિલ્લા ઘણી વખત બનાવ્યા છે. આજે ફણગાવેલા મગ,ચણાની દાળ અને ઉત્તપમ ખીરૂ લઈ ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવ્યા છે જેમાં ખીરામાં આથો લાવ્યા વગર બનાવ્યા છે. Urmi Desai -
મગ ઢોકળા
#લીલીપીળી ઢોકળા ગુજરાતી ઓ ની પ્રખ્યાત અને સૌને ભાવતી વાનગી એને થોડી હેલ્ધી બનાવવા નો એક પ્રયાસ મગ ઢોકળા સ્વાદ માં પણ મજેદાર અને બનાવવામાં સહેલી વાનગી Vibha Desai -
ઈદડા (Idada Recipe In Gujarati)
#MRCચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
આખા મગની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એ સાજા અને માદા બંને વ્યક્તિઓ માટે ઉપયોગી છે. કહેવાય છે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી ગ્રામ ૧૦૦ મગમાંથી ઉત્પન્ન થાય છે. જેટલી શક્તિ ઘી ખાવાથી ઉત્પન્ન થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પણ ઉત્પન્ન થાય છે. પચવામાં હલકા અને પોષણ આપનાર છે. Neeru Thakkar -
લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati)
લીલાં મગ વડે સહેલાઈથી અને આથો લાવવા વિના બનતા આ જીની ઢોસા ફક્ત નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકાય છે અને સંભારની પણ જરૂર નથી.લીલાં મગ 4 કલાક સુધી પાણીમાં પલાળી,વાટી ખીરું તૈયાર કરી આ ઢોસા બનાવી શકાય છે. જે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. Urmi Desai -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
દરેક ગુજરાતી ઓ ના ઘરે વિવિધ પ્રકારના ઢોકળા બનતા હોય છે , પોષ્ટિક વાનગી અને પેટ પણ ભરાય Pinal Patel -
મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બનાવીએ પણ મગ ના પહેલી વાર બનાવ્યા ઘર માં બધા ને ખૂબ ભાવ્યા. કોઈપણ રૂપે મગ ખાવા પૌષ્ટિકતા થી ભરપુર......... Lopa Acharya -
લીલાં મગના ઢોસા (Green Moong Dosa Recipe In Gujarati)
#PRપર્યુષણ પર્વ દરમ્યાન લીલાં શાકભાજી નથી ખાઈ શકતા. તો આ એક કઠોળ લીલાં મગ વડે સહેલાઈથી બનતા ઢોસા જે પર્યુષણ તહેવારમાં બનાવી શકાય છે. જે ખાવામાં. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
ઓઇલ ફ્રી બાફેલા મગ ની ચાટ (Oil Free Bafela Moong Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeએક લીટર દૂધની જેટલી શક્તિ હોય કેટલી શક્તિ એક મુઠ્ઠી મગજમાં રહેલી છે માટે જ કહેવાય છે કે મગ ચલાવે પગ મગમાંથી અનેક પ્રકારની વેરાયટી વાનગી બનાવી શકાય છે મેં આજે તેલ રહિત મગની ચાટ બનાવી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મગનો લોચો (Moong Locho Recipe in Gujrati)
#Cookpadindia#હેલ્ધી_લોચોઆ વાનગી મેં સ્પ્રાઉટેડ મગ, વધેલા ભાત અને ખીચડીનુ ખીરૂ તૈયાર કરી બનાવેલ છે. Urmi Desai -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#DFT#CB2ઢોકળા ગુજરાતીઓને પસંદ ના હોય તે શક્ય જ નથી. ગુજરાતી ઢોકળા તો હવે દેશ-દુનિયામાં જાણીતા થઈ ગયા છે. તો ઢોકળામાં પણ વેરિએશન આવે તો ખાવામાં મજા પડી જાય. અચાનક મહેમાન આવી જાયને નાસ્તામાં કંઈ ના હોય તો ચિંતા ન કરો. ફટાફટ રવાના ઢોકળા ઉતારી લો. આમ આથો લાવવાની પણ જરૂર નથી ,અને પોચા પણ ખુબ જ બને છે ,, Juliben Dave -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#dudhidhoklaમિક્સ દાળ અને ચોખામાંથી બનતા ઢોકળા ટેસ્ટી અને હેલ્ધી બન્ને છે. આ રીતે બનતા ઢોકળા મસ્ત જ લાગે છે પણ જો આ જ ઢોકળા ના ખીરામાં છીણેલી દૂધી, ગાજર, કોથમીર, ફૂદીનો કે બીજું તમને પસંદ હોય એ શાક અને રાઇ,હીંગનો વઘાર પણ અંદર જ ઉમેરી દેવામાં આવે તો ઢોકળા બમણા સ્વાદિષ્ટ બની જાય છે. પૂરો વઘાર ઉપરથી કરવાની જગ્યાએ જો અડધો આ રીતે અંદર ખીરામાં ઉમેરી દેવામાં આવે તો ઢોકળા વધારે યમી લાગે છે.સાથે શાક હોવાથી એટલા સોફ્ટ બને છે કે ઠંડા થયા પછી પણ કડક નથી થતા. સાથે શાકના ગુણ પણ ઉમેરાય છે. મને આ ઢોકળા એટલા પસંદ આવ્યા કે હવે સાદા ઢોકળા ની જગ્યાએ આ જ બનાવવા માટે પહેલી પસંદ હશે.સાથે લેવામાં આવતા ચોખા એકાદ વર્ષ જૂના અને બોઇલ, કમોદ કણકી કે જીરાસર હશે તો ચીકાશ ઓછી હોવાને કારણે ઢોકળા વધારે ફૂલશે અને સોફ્ટ થશે. Palak Sheth -
લીલાં મગ (green mug Recipy in gujrati)
#RC4#post4#Green_recipy મગ ભારતમાં બધે ઠેકાણે થાય છે. મગ કાળા, લીલા, પીળા, ધોળા અને રાતા એમ ઘણી જાતના થાય છે. જે ગુજરાતમાં રાત્રીના ભોજનમાં મોટા ભાગના ઘરોમાં નિયમિત ખવાય છે. માંદગીમાં કે ઉપવાસ પછી, અગ્નિ સાવ મંદ પડી ગયો હોય ત્યારે, મગનું ઓસામણ, મગનું પાણી, મગની દાળ કે ઢીલી ખીચડી ખાવી જોઈએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે. Twinkal Kalpesh Kabrawala -
ખમણ ઢોકળા (Khaman dhokla recipe in Gujarati)
ખમણ ઢોકળા એ ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટાફટ બની જતા ખમણ ઢોકળા લીલી ચટણી અને ચા કે કોફી સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#FFC1#cookpadindia#cookpad_gu spicequeen -
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechefમગ એ સાજા અને માંદા બંને માટે ઉપયોગી છે. એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ માત્ર 100 ગ્રામ મગમાં છે. વડી મગ પચવામાં હલકા છે. Neeru Thakkar -
મગ મસાલા ઢોકળા (Moong Masala Dhokla Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati મગમાં ભરપુર માત્રામાં વિટામિન એ,બી, સી,ડી,ઈ, ફોલિક એસિડ,આયર્ન એવાં કેટલા બધા ખનિજો,પ્રોટીન, ફાઈબર મગમાં શામેલ છે. કે જે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આપણે રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારના કઠોળનો ઉપયોગ કરી અવનવી વાનગીઓ બનાવીએ જ છીએ.તો આજે મેં પણ અહીં મગ અને પાલકનો ઉપયોગ કરી ઢોકળા બનાવેલ છે. Vaishali Thaker -
મગ પાલક ના ઢોકળા (Moong Palak Dhokla Recipe In Gujarati)
#Cooksnap Theme of the Week આજે મે ફણગાવેલા મગ અને પાલક ના ઢોકળા બનાવ્યા છે. ફણગાવેલા મગ માં ફાઇબર ની માત્રા વધારે હોવાથી, પાચન માટે સારા છે. વિટામિન 'a' આંખ માટે લાભદાયી છે. પાલક માં ઘણા પોષક તત્વો રહેલા છે. જેના લીધે ખાંડ લેવલ જળવાઈ રહે છે. હાડકા મજબુત રહે છે. કેલ્શિયમ પણ અધિક માત્રા માં છે. શાકાહારી લોકો માટે ઉત્તમ પ્રોટીન યુક્ત આહાર છે. આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો બ્રેક ફાસ્ટ માં બનાવી શકાય. બાળકો ના ટિફિન માટે પણ સારો નાસ્તો છે. Dipika Bhalla -
ગ્રીન ઢોકળા (Green Dhokla Recipe In Gujarati)
#DTRઢોકળા નામ પાર થી જ એની ઝલક સામે આવી જાય પછી ચાહે એ ખમણ હોય કે નાયલોન, વાટીદાળ ના હોય કે ખાટાં બધા જઢોકળાં અપ્દ પ્રિય. એમાં વડી હેલ્થી વરઝન એટલે ગ્રીન ઢોકળા. મગ ની ફોતરાં વડી દાળ ના ઢોકળા એટલે ગ્રીન ઢોકળા. જેને વાઘરી ને ચા કે ચટણી અથવા સોસ સાથે ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે અને યમ્મી પણ અને હેલ્થી પણ. Bansi Thaker -
લીલા મગ ના હેલ્થી ઢોકળા
લીલા મગ ના હેલ્થી ઢોકળા છે..વેરાયટી,અને ટેસ્ટ માં પણ સ્વાદિષ્ટ લાગે છે..#કઠોળ Meghna Sadekar -
ફણગાવેલા મગ (Sprout Moong Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે ફણગાવેલા મગ મેં રૂમાલમાં બાંધી કે કપડામાં નથી બાંધ્યા સીધા તપેલીમાં મૂકીને પણ ફણગાવેલ છે Pina Chokshi -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#Nasto#Dhoklaદૂધીના વેજીટેબલ ઢોકળા(ઢોકળા માં બહુજ વેરાઈટી બને છે પણ મેં આજે દૂધીના વેજીટેબલ ઢોકળા બનાવ્યા છે Jyoti Shah -
સ્પ્રાઉટેડ મગ ઢોકળા
#કઠોળપોષ્ટ 1મગ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે અને એમાં પણ જો ફણગાવેલા મગ હોય તો સુપર હેલ્થી... ઢોકળા આપણે બનાવીએ જ છીએ એ બેસન ના હોય કે રવા ના... મે અહીં સ્પ્રાઉટેડ મગ ઢોકળા બનાવ્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ. Hiral Pandya Shukla -
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
બીમાર વ્યક્તિ પણ પીને સાજી થાય મગ નું સૂપ પીવા થી તંદુરસ્ત રહેવાય છે. Varsha Monani -
મગ-ચણા ટીક્કી (Moong Chana Tikki Recipe in Gujarati)
આ ટીક્કી બચેલી સામગ્રી ભેગી કરી બનાવી છે. ચણા, ફણગાવેલા મગ, ભાત અને વધારે સ્વાસ્થ્ય વર્ધક રૂપ માટે એમાં ઓટ્સ તથા શાકભાજી ઉમેરી લીધાં છે. રોજીંદા મસાલા અને દરેકને પ્રિય સામગ્રી એવી ચીઝ ઉમેરો એટલે દરેક જણ હોંશે હોંશે ખાય છે.આ વાનગી બચેલી સામગ્રી વડે બનતી હોય છે એટલે સમય પણ ઓછો લાગે છે. બઘી જ વસ્તુ બોઈલ્ડ છે એટલે ડીપ ફ્રાયને બદલે સેલો ફ્રાય કરી શકો છો.મેં અહીં સીઝનીંગ તરીકે પીરી પીરી મસાલો ટીક્કીમા પણ ઉપયોગ કર્યો છે અને પીરી પીરી ડીપ સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Corn Dhokla Recipe In Gujarati)
ફ્રેશ મકાઈના ઢોકળા એકદમ હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. રવાના ઢોકળા થી મળતા આવતા આ ઢોકળા ફ્રેશ મકાઈ ઉમેરવાથી એક અલગ જ સ્વાદ આપે છે. spicequeen -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas
More Recipes
ટિપ્પણીઓ (9)