કળા ના ચોખા નો દૂધપાક

આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.જ્યારે આ બનાવવાનું આવે ને હું મમ્મી ને ફોન કરું અને રેસિપી પૂછું ક્યારે ખાંડ અને ક્યારે ચોખા નાખવાના એ ભૂલી જવાય.અનાવિલ માં આ દ્દુધપાક દિવાસા અને કાળી ચૌદશ ના દિવસ એ અચૂક બને. આ કળા ના ચોખા લાલ કલર ના આવે જેના થી દૂધપાક માં બહુ સરસ કલર આવે છે અને ટેસ્ટ માં પણ બહુ સરસ લાગે છે.
#ભાત
#goldenapron3
Week 10
#Rice
કળા ના ચોખા નો દૂધપાક
આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.જ્યારે આ બનાવવાનું આવે ને હું મમ્મી ને ફોન કરું અને રેસિપી પૂછું ક્યારે ખાંડ અને ક્યારે ચોખા નાખવાના એ ભૂલી જવાય.અનાવિલ માં આ દ્દુધપાક દિવાસા અને કાળી ચૌદશ ના દિવસ એ અચૂક બને. આ કળા ના ચોખા લાલ કલર ના આવે જેના થી દૂધપાક માં બહુ સરસ કલર આવે છે અને ટેસ્ટ માં પણ બહુ સરસ લાગે છે.
#ભાત
#goldenapron3
Week 10
#Rice
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કળા ના ચોખા ને બરાબર ધોઈ લેવા અને એમાં થી પાણી કાઢી એમાં ૧/૨ ટીસ્પૂન ઘી નાખી સાઇડ પર મૂકી દેવું.
- 2
હવે એક તપેલી માં દૂધ લઈ એમાં લવિંગ નાખી ઉકાળવા મુકીશું. લવિંગ નાખવા થી દૂધપાક નો કલર સરસ આવે છે.દૂધ માં સતત હલાવતા રહેવું.દૂધ નીચે ચોટવું ના જોઈએ.
- 3
હવે દૂધ નો એક ઉકડો પડે એટલે એમાં ધોયેલા ચોખા નાખી ઉકાળવું. ૧૦ થી ૧૨ મિનિટ ધીમી આંચ પર ઉકાળવું. પછી ચોખા ચડ્યા કે નઈ એ ચેક કરી લેવું.
- 4
ચોખા ચડી જાય પછી એમાં ખાંડ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. ગેસ બંધ કરી દૂધ થોડું ઠંડુ પડે એટલે છેલ્લે એમાં કેસર નાખવું. હવે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ફ્રીઝ માં ઠંડુ કરવા માટે મૂકવું. ૪ થી ૫ કલાક પછી ઠંડુ થાય પછી સર્વ કરવું. એમાં ઉપર કાજુ બદામ નાખી સર્વ કરવું મને તો નથી ભાવતા એટલે મે નાખ્યા નથી પણ તમે નાખી શકો.
- 5
અહી બીજા ફોટોઝ મૂકી છું જેથી તમને ખ્યાલ આવે કે દૂધપાક નજીક થી કેવો દેખાય છે.સરસ આછો ગુલાબી કલર આવી ગયો હશે.
Similar Recipes
-
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
કડા ના (લાલ) ચોખા નો દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#રાઈસકડા ના ચોખા ખાવામાં ખૂબ હેલથી હોય છે. એમાંથી બનતો દૂધપાક ખાવા થી એસીડિટી માં પણ ખૂબ રાહત મળે છે અને ખાવા માં પણ ટેસ્ટી હોય છે અને દેખાવ માં પણ એટલો જ સુંદર. Kunti Naik -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
આ એક સિમ્પલ ખીર છે જે ફટાફટ બની જાય છે. Shreya Desai -
દૂધપાક (Dudhpaak Recipe In Gujarati)
#DFT#cookpadindia#CookpadgujaratiPost 2દૂધપાક આજે કાળી ચૌદસ..... આજે દૂધપાક પૂરી & સાંજે અડદની દાળ ના વડા Ketki Dave -
દૂધપાક
#mr#doodhpak#દૂધપાક#cookpadindia#cookpadgujaratiભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે. ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે. એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે. મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે. હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
દૂધપાક (DudhPak Recipe In Gujarati)
#GA4#Week8#Milkદૂધપાક મોટેભાગે શ્રાધ્ધ પક્ષ માં બનાવાય છે. અમારા ઘરે દિવાળી માં કાળીચૌદસ ના દિવસે પણ દૂધપાક અને વડા પૂરી બનાવવામાં આવે છે. Panky Desai -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે . Keshma Raichura -
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
શ્નાદધ મહિના માં બધાં ઘરે દૂધપાક બને એટલે આ વાનગી બધાં ને મદદરૂપ થાય એટલે મુકી , અને આ મહિના મ દૂધપાક ખાવા થી શરીર માંથી પિત્ત દૂર થાય છે#સપ્ટેમ્બર Ami Master -
દૂધપાક
#goldenapron2#week1આ વાનગી ગુજરાતની સૌથી જૂની અને જાણીતી છે. પહેલાના સમયમાં જ્યારે કોઇ મહેમાન આવતા ત્યારે શાક અને પુરી સાથે મિઠાઈ માં દૂધપાક પીરસવામાં આવતો. Kala Ramoliya -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#milkઆ દૂધપાક જમણવાર માં લોકપ્રિય મિષ્ટાન છે. આ દૂધપાક નું નામ સાંભળી ને મો માં પાણી આવી જાય છે. Kiran Jataniya -
-
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મારા ઘરે આજે શ્નાદધ હતું, એટલે મને થયું કે આ મહિના માં બધાં ઘરે દૂધપાક બનાવશે , તો આ રેસિપી ઘણાં લોકો ને મદદરુપ બનશે.#સપ્ટેમ્બર Ami Master -
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
-
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
આ દૂધપાક કરતી વખતે તેમાં લવિંગ ઉમેરવાથી દૂધપાક દૂધ નો બદામી કલર આવે છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. માલપુઆ સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
-
દૂધપાક-લાલ કડાના ચોખાનો (Doodhpak-red rice Recipe in Gujrati)
#ભાત/#ચોખા #પોસ્ટ_૩#દૂધપાક-લાલ કડાના ચોખાનોશ્રાદ્ધમાં તેમજ દિવાસાના તહેવાર પર દૂધપાક બનાવવામાં છે. દૂધપાક બધા અલગ અલગ ચોખાનો ઉપયોગ કરી બનાવે છે. પણ મને તો આ કડાના લાલ ચોખાનો દૂધપાક જ વધારે ભાવે છે અને એમાં સફેદ ચોખા કરતા #ફાઈબર અને #પ્રોટીનનુ પ્રમાણ વધારે છે. જે હેલ્થની દૃષ્ટિએ પણ ઘણું ઉપયોગી છે.એટલે આ #ભાત/#ચોખા કોન્ટેસ્ટ માટે આજે બનાવી નાખ્યો. Urmi Desai -
કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેન્ડિંગવાનગી#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#trending#સાઈડ ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
દૂધપાક
#ટ્રેડિશનલ દૂધપાક એ પારંપરિક ગુજરાતી મિશ્ટાન છે કેટલાક જમણમાં આ વાનગીનો સમાવેશ કરવામાં આવે છે. Bijal Thaker -
ચોખાની ખીર
#ચોખાચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે બનાવામાં આવે છે લોકો તેને મજાથી માણે છે. આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે પણ ધરવામાં આવે છે Kalpana Parmar -
કેસર ડ્રાયફુ્ટ દૂધપાક (Kesar Dryfruit Dudh Pak Recipe In Gujarati)
#GA4#Week8#મિલ્કદૂધપાક એ એક ગરમ, ગળી પૌષ્ટિક વાનગી છે જે દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. આ વાનગી મોટાભાગે નાનાથી માંડીને મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Harsha Valia Karvat -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#GA4#Week8#milk દૂધ એક સંપૂર્ણ આહાર છે અને તેમાં પણ દૂધપાક નું નામ આવે તો એની મજા કંઈક અલગ જ હોય છે અને એકદમ કોઇ મહેમાન આવે તો ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ દૂધપાક Hemisha Nathvani Vithlani -
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
દહીં ચોખા નો કલેવો
#AM2ચોખા માં થી ઘણી બધી વાનગી બનાવવા માં આવે છે આજે મે કઈક અલગ વાનગી બનાવી છે તમને ગમશે Deepika Jagetiya -
પતરવેલી ના પાન (Patarveli pan)
#માઇઇબુક #સુપરશેફ ૨ ફલોસૅ આટા આ રેસિપી હું મારા મમ્મી અને સાસુ પાસે થી શીખી છું પણ બેવ રેસિપી અલગ અલગ રીતે બનાવે છે મેં આ રેસિપી બેવ નું કોમ્બિનેશન કરી ને બનાવી છે Heena Upadhyay -
ડ્રાયફ્રૂટ સેવૈયાં રસગુલ્લા (dry fruit Savaiya rasgulla recipie in Gujarati)
માઇઇબુક આ રેસિપી એક ઇનોવેશન રેસિપી છે,મહેમાન આવે ત્યારે તમે આ આઇટમ નવી જ રીતે પીરસી શકો છો.સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે..... Bhagyashree Yash
More Recipes
ટિપ્પણીઓ (2)