પાઉં ભાજી પુલાવ
#masterclass post 4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો બધા શાકભાજી ને સમારી લો હવે કૂકરમાં પાણી નાખી મીઠું સ્વાદાનુસાર નાખી શાકભાજી નાખી બાફી લો હવે તેને ક્રશ કરી લો
- 2
હવે એક તપેલીમાં પાણી લઈ ગરમ કરો હવે તેમાં મીઠું અને ઘી નાખી હલાવી લો પછી તેમાં વટાણા અને બટાકા ને નાખી હલાવી લો પછી તેમાં બાસમતી ચોખા નાખો અને બાફી લો હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ નાખો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટા નાખો પછી તેમાં આદું અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો હવે તેમાં બધા મસાલા કરો
- 3
હવે તેને હલાવી લો પછી તેમાં ક્રશ કરેલા શાકભાજી નાખી હલાવી લો પછી તેમાં મીઠું અને લીંબુ નો રસ નાખી હલાવી લો હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં જીરું નાખો પછી તેમાં ટામેટા, ડુંગળી, કેપ્સિકમ નાખી હલાવી લો પછી તેમાં આદું લસણ અને મરચા ની પેસ્ટ નાખી સાંતળો હવે તેમાં બધા મસાલા નાખી હલાવી લો પછી તેમાં તૈયાર કરેલી પાઉં ભાજી નાખો બધા મસાલા કરો અને હલાવી લો
- 4
હવે તેમાં બાફેલા ભાત ઉમેરો અને બરાબર મિક્સ કરો છેલ્લા તેમાં લીલાં ધાણા અને લીલું લસણ નાખી દો પ્લેટ માં કાઢી ઉપર થી ડુંગળી અને ધાણા મુકી સવૅ કરો
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ