રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો લઈ તેમાં ખાંડ, બેંકીંગ પાઉડર, બેંકીંગ સોડા તથા કોકો પાઉડર લઈ બધું બરાબર મિક્સ કરી લો.
- 2
બીજા બાઉલ માં પાણી તથા મલાઈ મીક્સ કરી લો. હવે તેમાં સૂકી સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી લો. નોનસ્ટિક ફ્રાય પેન લઈને તેને તેલ થી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલા ખીરા નું પાતળું લેયર પાથરો. તેને ધીમા તાપે ઢાંકણ ઢાંકી ચડવા દો.બે થી ત્રણ મિનિટ માં ચડી જાય એટલે ટૂથપીક થી છેક કરી બરાબર થઈ ગયું હોય તો તેને બટર પેપર પર મૂકી ઉપર થોડી દળેલી ખાંડ છાંટી બટર પેપર સાથે જ હળવા હાથે રોલ કરી અડધો કલાક રહેવા દો.
- 3
વીપ ક્રીમ લઈ તેને વીપ કરી લો.અડધા કલાક પછી રોલ ને ધીરે થી ખોલી તેના પર તૈયાર કરેલું વીપ ક્રીમ લગાવી રોલ કરી લો.હવે તેને કટ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11294382










ટિપ્પણીઓ