રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ચોખા ને અડદ ને દાળ ને ધોય ને અલગ અલગ પલાળી ને રાખી દો
- 2
હવે મેથી ને પણ પલાળી દો
- 3
એક મિક્સચર જાર માં ચોખા ને દાળ પીસી લો તેમાં પીસતી વખતે મેથી પણ નાખી દો
- 4
હવે તેમાં દહીં નાખી ને આથો આવવા માટે રાખી દો 5 થી 7 કલાક રહેવા દો
- 5
હવે ખીરા માં મીઠું ને ખાવાનો સોડા નાખી ને ફીણી લો
- 6
હવે ઢોક્લિયા માં ગરમ પાણી મૂકી ને થાળી માં તેલ લગાવી ને ખિરું પાથરી ને ઈડદા મૂકી ને 5 મિનિટ થવા દો
- 7
હવે તેને ચપુ થી ચેક કરી લો પછી જો ન ચોંટે તો થઈ ગયા સમજવું
- 8
હવે તેને ઠંડા થવા દો પછી તેમાં કાપા પાડી ને કટકા કરીને ને એક વાસણ માં લઈ લો
- 9
એક વઘારીયા માં તેલ ગરમ કરી ને તેમાં રાઈ જિરું ને લીમડો નાંખી ને વઘાર કરો તેવઘાર ને ઈ દડાં પર નાખી ને કોથમીરથી ગાર્નીશ કરી ને પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11385034




ટિપ્પણીઓ