રવા નો શીરો (સત્યનારાયણ કથા નો શીરો)
#ઇબુક૧
# 16
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી લઇ લો.
- 2
ઘી ગરમ થઇ ગયા પછી રવાનો લોટ ઉમેરી એને શેકી લો.
- 3
બાજુમાં કાજુ બદામ ની કતરણ તૈયાર કરી લો. કતરણ ના કરવી હોય તો બદામ કાજુના કટકા પણ કરી શકો છો.
- 4
લોટ શેકાઈ ગયા બાદ તેમાં દૂધ અને પાણી ઉમેરો.
- 5
લોટ અને દૂધ બને એક રસ થઇ ગયા પછી તેમાં ખાંડ ઉમેરો.
- 6
ખાંડ ઓગળી ગયા બાદ એમાં બદામ, કાજુ કિસમિસ ઉમેરો. ઈલાયચી પાવડર ભાવતો હોય હોય તો એમાં ઉમેરી શકો.
- 7
હવે એને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને ઉપરથી પાછું બદામ, કાજુ ની કતરણ અને કિસમિસ થી ડેકોરેશન કરવું અને ઉપરથી એક તુલસીનું પાન પણ રાખો.
- 8
આ રવાનો શીરો સત્યનારાયણની કથા માટે પ્રસાદીમાં દેવામાં આવે છે એને સોજીનો શીરો પણ કહેવામાં આવે છે ઉપરથી એમાં તુલસીનું એક પાન મૂકવામાં આવે છે.
- 9
આ શીરા ની સાથે સફરજન,ચીકૂ,કેળા,મગફળી ના બી એ બધું પણ સાથે મિક્ષ કરીને પ્રસાદમાં આપે આપવામાં આવે છે.
- 10
તૈયાર છે રવાનો શીરો.
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ