રવાના મૈસુર મસાલા ઢોસા
રાંધવાની સૂચનાઓ
- 1
રવા અને ચોખાના લોટને બે-ત્રણ કલાક પહેલાં અમે તેનું ખીરું તૈયાર કરો
- 2
મસાલા માટે બાફેલા બટેટા ક્રશ કરો અને એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી મીઠા લીમડાના પાન અને બાફેલા બટેટા મીઠું હળદર અને કોથમીર નાખીને મસાલો તૈયાર કરો
- 3
મૈસૂર ચટણી માટે ચણાની દાળ ને એક ચમચી તેલમાં ગોલ્ડન ગુલાબી કરી પછી તેમાં લાલ મરચાં ડુંગળી અને લસણ નાખીને સાંતળો ઠંડું પડે પછી તેને મિક્સરમાં નાખી તેમાં આંબલીનો પલ્પ અને મીઠું નાખીને ક્રશ કરી લ્યો
- 4
તુવેરની દાળને બાફી ને તેની અંદર આદુ મરચાની પેસ્ટ ટમેટા મીઠું ખાંડ ઉમેરી ક્રશ કરીને ઉકળવા મુકો
- 5
દાળના વઘાર માટે એક ચમચો તેલ લો પછી તેમાં રાઈ જીરુ મીઠા લીમડાના પાન અને ડુંગળી બટેટા અને બાફેલી દૂધી થોડી નાંખી અને સાંતળી લો લાલ મરચું ગરમ મસાલો નાખી અને દાળમાં વઘાર રેડો પછી કોથમીરથી ગાર્નિશ કરો
- 6
દાળિયા અને ટોપરા નો ભૂકો કરી પછી તેમાં બે ચમચી દહીં અને મીઠું નાખીને ક્રશ કરેલો અને તેમાં ગાયન મીઠા લીમડાનો વઘાર કરો
- 7
પછી ઢોસા નુ ખીરુ પાથરી તેની ઉપર મૈસુરી ચટણી લગાવી ડુંગળી ટામેટા નાખી અને બટેટાનો માવો નાખો તૈયાર છે આપણા મૈસુર મસાલા ઢોસા
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ