ચીઝ પનીર કેપ્સીકમ સબ્જી

Parul Avashia @cook_20881019
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ગ્રીન કેપ્સિકમ ડુંગળી ટમેટા, આદુ મરચાં લસણ તથા ખડા મસાલા ને તૈયાર કરો
- 2
એક કડાઈમાં એક ચમચો તેલ અને ૧ ચમચો બટર લઈ ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, ખડા મસાલા,તથા ડુંગળી ઉમેરો, તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો, હવે તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો, ત્યારબાદ તેમાં રૂટિન મસાલા અને ગરમ મસાલો તથા સ્વાદમુજબ મીઠુ ઉમેરો અને ગ્રેવી તૈયાર કરો
- 3
બીજા એક પેનમાં થોડું તેલ મૂકી કેપ્સીકમ અને પનીરને પાંચ મિનિટ સાંતળી લો હવે તેને ગ્રેવીમાં ઉમેરી દો, દોઢ ચીઝ ક્યુબ તેમાં ઉમેરી દો
- 4
તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો, અને સર્વિંગ પ્લેટમાં લઇ અડધી ચીઝ ક્યુબ ખમણી અને ટામેટાના ફુલ થી ગાર્નીશ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11679111










ટિપ્પણીઓ