રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં દોઢ ચમચી બટર 1મગ દૂધ તેમજ દૂધનો પાવડર અને એક કપ મલાઈ એડ કરીને તેને મિક્સ કરો ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો
- 2
હવે બ્રેડને વણી લો ને ફાટે નહીં એનું ધ્યાન રાખો ત્યારબાદ માવાની પેસ્ટ બ્રેડ પર લગાડો અને તેના વચ્ચે થી બે ભાગ કરો અને તેના પર બદામની કતરણ લગાવો
- 3
ત્યારબાદ અડધી કાપેલી બ્રેડને એક લાઈનમાં મૂકી અને તેને રોલ કરો બ્રેડ ફાટે નહીં એનું ધ્યાન રાખો તેને એકદમ ટાઇટ રોલ આપો જેના કારણે માવા ની પેસ્ટ બહાર ના નીકળે
- 4
ત્યારબાદ બીજી કડાઈમાં એક મંગ દૂધ લો તેની અંદર એક વાટકી મલાઈ નાખો તેની અંદર એક વાટકી ખાંડ નાખો ત્યારબાદ તેમાં એલચી પાવડર નાખો અને તેને ઉકળવા દો
- 5
ત્યારબાદ બ્રેડ ના રોલ ને સર્વિંગ પ્લેટ પર રાખો અને ત્યારબાદ તેના ઉપર ઉકાળેલું દૂધ ઉમેરો અને તેને થોડું ઠંડુ થવા દો રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યારબાદ તેના ઉપર રોઝ સિરપ એડ કરો અને તેના પર બદામની કતરણ પણ ઉમેરો અને તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે ફ્રીઝ માં ચિલ્ડ થવા માટે મૂકી દો ત્યારબાદ તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ