ઈડલી ગે્વી સંભાર
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ચોખા, અડદની દાળ અને ચણા ની દાળ ને ધોઇ ને તે ડુબે એપલુ પાણી અને મેથી ના દાણા નાખી ને આખી રાત પલાળી રાખો.
- 2
હવે સવારે તેને થોડુ હુફાળુ પાણી અને દહીં નાખી ને મિક્સર મા પીસી લો એકદમ જીણુ અને ૫ કલાક આથો આવવા માટે ગરમ જગ્યાએ ઢાકી ને મુકી દો.
- 3
૫ કલ્લાક પછી આથો આવી જાય એટલે તેમા ઈનો અથવા સોડા નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને મિક્સ કરી ઈડલી સ્ટેન્ડ મા થોડુ થોડુ તેલ લગાવી ને એક એક સમચો નાખી ને બાફી લો ઠંડુ પડે એટલે ચમચી થી કાઢી ઢાંકી દો.
- 4
હવે સંભાર બનાવા માટે તુવેર દાળ ને ધોઈ ને તેમા થોડા મેથી દાણા, સમારેલી ડુંગળી,એક ટામેટુ ટુકડા કરી નાખી ને દાળ ને બાફી લો.બફાઈ જાય એટલે તેને વલોણી થી એકરસ કરી લો.તેમા ઈડલી નો મસાલો, મીઠું, લીંબુ, ગરમ મસાલો,કોકમ ના ફૂલ, આદુ મરચાં ની પેસ્ટ, નાખી ને વલોવી ઉકળવા મુકો.
- 5
હવે દાળ ની ગે્વી કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી જીરુ, હિંગ અને મીઠા લીમડાના પાન નાખી ને ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખી ને સાંતળો.
- 6
ગે્વી શેકાઈ જાય એટલે ઉકળતી દાળ મા નાખી દાળ ને ઉકાળો અને અથાણા નો સંભાર મસાલો ઉપર થી નાખી ને ઉકાળો.
- 7
૫ મીનીટ ઉકળે એટલે ગરમ ગરમ ઈડલી સંભાર સવૅ કરો.
- 8
તૈયાર છે એકદમ સોફ્ટ ઈડલી અને ટેસ્ટી સાંભાર,,,,🙏
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (12)