પોટેટો ક્રોકેટસ (Potato Croquettes Recipe In Gujarati)

#આલુ જલદી બની જતો આ નાસ્તો ઘર માં સહુ કોઇને ભાવશે .જેને તમે કિટ્ટી પાર્ટી અથવા ઈવનિંગ માં પણ બનાવી શકો છો.આ રેસિપી માં ચીઝ સ્ટફિંગ માં સ્વીટ કોર્ન પણ ઉમેરી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને ને મેશ કરવું. એમાં મીઠું અને મરી પાઉડર, ઉમેરીને બરાબર મિક્સ કરી ને પૂરણ તૈયાર કરો. 8-9 લુઆ બનાવીને બાજુ પર મૂકો.
- 2
કોર્ન ફ્લોર માં 3/4 કપ પાણી ઉમેરી મિક્સર તૈયાર કરો
- 3
ચીઝ માં ચીલી ગાર્લિક સોસ ઉમેરીને બરાબર મિક્સ કરી લુઆ બનાવીને બાજુ પર મૂકો.
- 4
બટેટા ના લુઆ ને ચપટા કરી તેમાં તૈયાર કરેલું ચીઝ નુ સ્ટફિંગ ભરી ને બંધ કરી ને મનપસંદ આકર માં વાળી લો.આવી રીતે બધા બનાવી લો
- 5
તેને કોર્ન ફ્લોર માં રગદોળી ને બ્રેડ ક્રમ્સ માં રગદોળો
- 6
ગરમ તેલમાં મધ્યમ તાપે સોનેરી રંગના તળી લો.સર્વ કરતી વખતે ચીઝ થી ગાર્નિસ કરી ટોમેટો સોસ સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)