ઘઉં ના બન્સ (wheat buns recipe in Gujarati)

ઘઉં ના બન્સ (wheat buns recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા એક કપ લો. તેમાં યીસ્ટ ખાંડ અને દૂધ મિક્સ કરી,5-10મિનિટ ઢાંકી ને મુકી દો. આ રીતે યીસ્ટ ને એક્ટિવેટ કરવામાં આવે છે.
- 2
હવે એક વાસણ માં ઘઉં નો લોટ ચાળી ને લો તેમાં 2ચમચી મેંદો મીઠું અને 1ચમચી તેલ ઉમેરી મિક્સ કરો.પછી યીસ્ટ વાળું મિશ્રણ નાખી મિક્સ કરો અને જરૂર મુજ્બ પાણી નાખો અને ઢીલો લોટ બાંધવો. પછી એક ચમચી તેલ લઈ લોટ ને 8-10 મિનિટ મસળો લોટ લીસો થઈ જાય ત્યા સુધી અ પ્રોસેસ કરવી હવે પછી એને સરખી રીતે ભેગો કરી ગોળો વાળી ને એક બોલ માં ઉપરથી થોડું પાણી વાળો હાથ ગ્રીસ કરો અને ઢાંકી 1.5-2કલાક માટે હુંફાળી જગ્યા પર પ્રુવિંગ માટે મૂકો.
- 3
હવે 2કલાક પછી જુઓ લોટ બમણો થઈ ગયો હશે અને સરસ ફૂલી ગયો હશે ફરી એને 5-7 મિનિટ 1ચમચી જેટલો સૂકો લોટ નાખી મસળો. પછી એના એકસરખા ભાગ પાડી ગોળા વાળી અને બટર થી ગ્રીઝ કરેલા બકીંગ મોલ્ડ માં થોડી જગ્યા રે એમ મૂકો એને ફરી ઢાંકી 1થી 1.5 કલાક માટે ફરી મુકી દો. આ બીજું પ્રુવિંગ કહેવાય છે.
- 4
હવે ઓવન ને 180-200*c પર 10મિનિટ માટે પ્રિહિટ કરી લો પછી આપડી બ્રેડ ને 1.5કલાક બાદ લો એના પર દૂધ થી બ્રશ કરી લો અને એને 20-22મિનિટ માટે માઇક્રોવેવ ણ કન્વેકશન મોડ પર 200*c પર બેક કરી લો. પછી બેક થયા પછી એને બહાર નીકાળી બટર લગાવી લો.એના પર ભીનું કપડું 15-20મિનિટ માટે ઢાંકી ને રહેવા દો જેથી એ સોફ્ટ રહે. પછી તેને અનમોલ્ડ કરી સર્વ કરો. તો રેડી છે હોમમેડ ઘઉં ના બન્સ.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (2)