#ફરાળી સુકી ભાજી(farali suki bhaji in gujarti)

Asha Dholakiya @cook_20514996
#ફરાળી સુકી ભાજી(farali suki bhaji in gujarti)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા લઈ તેને ધોઈ અને બાફી લો અને તેની છાલ કાઢી અને તેને સમારી લો પછી મરી અને જીરા નો અધકચરો ભુક્કો કરી લો ત્યારબાદ શીંગ ના બી ને શેકી અને તેના ફોતરા કાઢીને ને તેનો પણ ભૂકો કરી લો
- 2
ત્યાર બાદ કોથમરી મીઠા લીમડા ના પાન લીલાં મરચાં આદુ અને લીંબુ લો
- 3
ત્યાર પછી એક કઢાઈ લઈ તેમાં તેલ મૂકી ને તેમાં જીરૂ નાખી દો અને પછી તેમાં મીઠા લીમડા ના પાન લીલાં મરચાં આદુ નાખી ને હલાવો ત્યાર પછી તેમાં બાફેલા બટાકા નાખી ને તેમાં જીરા નો ભૂકો મરી નો ભૂકો શીંગ ના બી નો ભૂકો નાખી હલાવો
- 4
ત્યાર પછી તેમાં મીઠું ખાંડ અને લીંબુનો રસ નાખી ને હલાવો અને ધીમા ગેસ પર થોડી વાર થવા દો ત્યારબાદ બાદ તેમાં કોથમરી નાખી અને સર્વ કરો તો તૈયાર છે ફરાળી સૂકી ભાજી મે અહીંયા ફરાળી પૂરી સાથે સર્વ કરી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12935328















ટિપ્પણીઓ