કોથંબીર વડી
#વિકમીલ ૩ # સ્ટીમ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોથમીરને ધોઈને ઝીણી ઝીણી સમારી લો
- 2
એક મોટા બાઉલમાં સમારેલી કોથમીર, ચણાનો લોટ, સીંગદાણાનો ભૂકો, આદુ મરચાની પેસ્ટ ઉમેરો
- 3
બધું એકસરખું મિક્સ કરો. હવે તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, સાકર, લીંબુ નો રસ, મીઠું, અને સોડા નાખો.
- 4
ફરી તેને એકસરખું મિક્સ કરો. જરૂર હોય તોજ ૨ ચમચા પાણી ઉમેરો અને તેનો લોટ બાંધવો.
- 5
હવે તેના એકસરખા ભાગ કરી સ્ટિમ કુકરમાં તેની સ્ટિમ આપો. 15 મિનિટ સુધી તેને ચડવા દો.
- 6
15 મિનિટ પછી ચડી ગયા કે નહીં તે ચેક કરવું.
- 7
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકવું તેમાં રાઈ જીરુ હિંગ બોરિયા મરચાં અને લીમડાના પાન ઉમેરવા. પછી તેમાં તલ ઉમેરો વઘાર એકદમ સરસ થાય એટલે તેમાં સ્ટીમ કરેલી કોથમીર વળી ના નાના નાના પીસ કરીને વઘાર કરવો.
- 8
તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્દી કોથમીર વડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13050296











ટિપ્પણીઓ (2)