ડબકા કઢી(dbaka kadhi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને એક બાઉલમાં લઈ તેમાં 1/2ચમચી હળદર 1/2ચમચી હિંગ ચપટી ખાવાનો સોડા અને તેના પર જ લીંબુ નીચોવો ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું અને કોથમીર નાખી તેમાં થોડું થોડું પાણી ઉમેરી ઘોળ તૈયાર કરો
- 2
હવે તેના નાના ભજીયા કડાઈમાં મૂકો
- 3
હવે એક કડાઈમાં ઘી અને તેલ ગરમ મૂકી તેમાં જીરુ ઉમેરો હવે તેમાં રાઈ ઉમેરો બંને તતડી જાય એટલે તેમાં લીમડો ઉમેરી અને હિંગ નાખી તેમાં છાશ ઉમેરો ત્યારબાદ તેને ઉકળવા દો. હવે તેમાં ચાર ચમચી ખાંડ ઉમેરો
- 4
ત્યારબાદ તેમાં મરચા ની કટકી અને ખમણેલું આદું ઉમેરી તેને વ્યવસ્થિત ઉકળવા દો કડી ઉડી ગયા બાદ તેમાં તૈયાર કરેલા ડબકા ઉમેરો. કોથમીર નાખી કઢી ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13071821











ટિપ્પણીઓ