પાત્રા(patra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ અને બધી જ સામગ્રી ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવી
- 2
લોટમાં થોડું થોડું પાણી ઉમેરી થોડું જાડુ બેટર તૈયાર કરવું
- 3
અળવીનાં પાન લઇ તેને સરખી રીતે ધોઈ સાફ કરી અને પાછળનું કડક ભાગ (રગ) કાઢી લેવી
- 4
હવે તૈયાર કરેલ મિશ્રણને પાન ઉપર લઇ લગાવવું ઉપરના બંને ખૂણા અંદર ની સાઇડ ફોલ્ડ કરવા તેના ઉપર પણ મિશ્રણ લગાડવું બંને બાજુ અંદર ની સાઇડ ફોલ્ડ કરી તેના પર મિશ્રણ લગાવી રોલવાળી લેવો
- 5
એક કઢાઈ લઇ તેને 10 મિનિટ પહેલા પ્રિહિટ કરવા મૂકવી હવે પ્રિ હિટ થઈ ગયા પછી એક થાળીમાં બધા જ રોલ મૂકી સ્ટીમ કરવા મૂકવા 20 મિનિટ માટે
- 6
20 મિનિટ પછી રોલ ચેક કરી લેવા રોલ ચડી ગયા હોય તો તેને બહાર કાઢી અને રાઉન્ડમાં પીસ કરી લેવા
- 7
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ રાઈ જીરુ તલ ટોપરું અને પાત્રા ઉમેરી સરખી રીતે ચલાવી લેવું હવે તેમાં કોથમીર ઉમેરી દેવી
- 8
તૈયાર છે ગુજરાતનુ ફેમસ ફરસાણ પાત્રા
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ