રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 4અળવીના પાન
  2. ૨ કપ ચણાનો લોટ
  3. ૨ ચમચી લાલ મરચું પાઉડર
  4. ૧/૨ ચમચી હળદર પાઉડર
  5. ૧/૩ ચમચી હિંગ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. ૧ ચમચી ગરમ મસાલો
  8. ૨ ચમચી સાકર
  9. ૩-૪ ચમચી તેલ
  10. ૧/૩ ચમચી બેકિંગ સોડા
  11. ૧ ચમચી લીંબુનો રસ
  12. જરૂર મુજબ પાણી
  13. વઘાર માટેની સામગ્રી-
  14. ૨-૩ ચમચી તેલ
  15. ૧ ચમચી આખું જીરું
  16. ૧ ચમચી રાઈ
  17. ૨ ચમચી તલ
  18. ૨ ચમચી ખમણેલું સુકું ટોપરું
  19. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ અને બધી જ સામગ્રી ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવી

  2. 2

    લોટમાં થોડું થોડું પાણી ઉમેરી થોડું જાડુ બેટર તૈયાર કરવું

  3. 3

    અળવીનાં પાન લઇ તેને સરખી રીતે ધોઈ સાફ કરી અને પાછળનું કડક ભાગ (રગ) કાઢી લેવી

  4. 4

    હવે તૈયાર કરેલ મિશ્રણને પાન ઉપર લઇ લગાવવું ઉપરના બંને ખૂણા અંદર ની સાઇડ ફોલ્ડ કરવા તેના ઉપર પણ મિશ્રણ લગાડવું બંને બાજુ અંદર ની સાઇડ ફોલ્ડ કરી તેના પર મિશ્રણ લગાવી રોલવાળી લેવો

  5. 5

    એક કઢાઈ લઇ તેને 10 મિનિટ પહેલા પ્રિહિટ કરવા મૂકવી હવે પ્રિ હિટ થઈ ગયા પછી એક થાળીમાં બધા જ રોલ મૂકી સ્ટીમ કરવા મૂકવા 20 મિનિટ માટે

  6. 6

    20 મિનિટ પછી રોલ ચેક કરી લેવા રોલ ચડી ગયા હોય તો તેને બહાર કાઢી અને રાઉન્ડમાં પીસ કરી લેવા

  7. 7

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ રાઈ જીરુ તલ ટોપરું અને પાત્રા ઉમેરી સરખી રીતે ચલાવી લેવું હવે તેમાં કોથમીર ઉમેરી દેવી

  8. 8

    તૈયાર છે ગુજરાતનુ ફેમસ ફરસાણ પાત્રા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Shah
Sonal Shah @Sonal_14
પર

ટિપ્પણીઓ

Similar Recipes