ફરાળી મેંદુવડા - સાંભાર (Farali Menduvada-sambhar in Gujarati)

#ઉપવાસ
શ્રાવણ મહિનો ચાલે છે, એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય. રોજ એકજ સ્રખુ ફરાળ તો નજ ભાવે. એટલે આજ મેં આ ફરાળી મેંદુવડા સાંભાર બનાવ્યા. બહુજ ઓછા સમયમા બની જાય એવી વાનગી છે આ...

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર માં મોરૈયા તેમજ સાબુદાણા નો કરકરો ભૂકો કરી લ્યો.હવે એક કડાઈ માં આ ભૂકાના બે ગણા માપ નુ પાણી લઇ, તેમાં ૧ ચમચી તેલ લઇ પાણી ઉકળે એટલે એમાં નમક, મોરૈયા નો ભૂકો નાખી એકદમ પકવી લ્યો.
- 2
હવે આ મોરૈયો ઠંડો થાય એટલે તેમાં ૨ બટાકા નો માવો, ૩ ચમચી સિંગદાણાનો ભૂકો,૨ ચમચી આદુ મરચાની પેસ્ટ,૧ કપ દહીં, કોથમીર નાખી મિક્સ કરી લ્યો. આ મિશ્રણ ના હવે મેંદુવડા વાળી લ્યો.
- 3
હવે આ મેંદુવડા ને મધ્યમ તાપ પર તેલ માં બદામી કલર ના તળી લ્યો.
- 4
સંભાર માટે: ૩ ટામેટા ને પાણી માં એકદમ ઉકાળી લ્યો. હવે તેમાં ૨ બાફેલા બટાકા છૂંદીને નાખી તેમાં બ્લેન્ડર ફેરવી પ્યુરી બનાવી લ્યો. એક કડાઈ માં ૨ ચમચી તેલ લઇ, તેમાં જીરું, લીમડો, સીંગદાણા, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ નાખી, સેજ સાંતળી ને આ બનાવેલી પ્યુરી નાખો. તેમાં નમક, કાશ્મીરી મરચું તેમજ કોથમીર ઉમેરી ૫ મિનિટ ઉકળવા દ્યો. ત્યારબાદ ગરમ ગરમ વડા સાંભર ને લીલી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)