ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)

Mitu Makwana (Falguni) @Mitu001
#સાતમ
તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે.
ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)
#સાતમ
તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ ચાળીને લઈ એક ડિશ માં લો. હવે એમાં બધા મસાલા ઉમેરી લો. મીઠું,મરચું,હળદર, ધાણાજીરૂ અને કસુરી મેથી.
- 2
આ બધું બરાબર મિક્સ કરી લો હવે એમાં તેલ નું મોણ ઉમેરી લોટ માં મિક્સ કરી જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 3
લોટ કડક બાંધવાનો છે. હવે આને 15 મિનિટ રેસ્ટ આપી લોટ માંથી લુવા બનાવી લો.
- 4
એક લૂવો લઈ પાતળી પૂરી વણી લો. બધી પૂરી તૈયાર કરી લો.
- 5
હવે કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો. હાઈ મિડિયમ પર ફ્લેમ રાખવી. પૂરી તળી લો.
- 6
તૈયાર છે તીખી ખસ્તા પૂરી.
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13376113

ટિપ્પણીઓ (6)