મટર પનીર (Mutter Paneer recipe in Gujarati)
#નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં પનીર નાં ટુકડાં અને એક બાઉલ માં લીલાં વટાણા લ્યો,
- 2
હવે ડુંગળી,ટામેટાં, મરચાં,આદુ,લસણ બધી જ વસ્તુઓ લઈ લો,
- 3
તે બધી વસ્તુ ને કાપી નાખો,
- 4
હવે એક કડાઈમાં એક ચમચી તેલ લ્યો,
- 5
તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખો
- 6
ડુંગળી થોડીવાર સાંતળો અને પછી તેમાં લીલાં મરચાં,આદુ,લસણ અને ટમેટાં નાખી દો અને થોડું મીઠું ઉમેરો,
- 7
બધી વસ્તુ ને ૨ મિનિટ સુધી સાંતળો,
- 8
તે ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં નાખી તેની પેસ્ટ બનાવી લો,
- 9
હવે એક કડાઈમાં ૨ થી ૩ ચમચી તેલ ગરમ કરો,
- 10
તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો,
- 11
તે નાખ્યાં બાદ તેમાં ૨ ચમચી લાલ કાશ્મીરી મરચું પાઉડર નાખી તરત j ગ્રેવી ઉમેરો,
- 12
ગ્રેવી ને ૩/૪ મિનિટ સુધી સાંતળો અને તેમાં હળદર,મીઠું અને ધાણજીરું ઉમેરો,
- 13
બધું બરાબર મિક્સ કરી ઢાંકી દો અને ધીમા તાપે રહેવા દો,
- 14
તેલ છૂટતું દેખાય એટલે તેમાં પનીર અને લીલાં વટાણા નાખી દો,
- 15
બધું બરાબર મિક્સ કરો,અને અડધો ગ્લાસ પાણી ઉમેરો અને ધીમા તાપ પર રહેવા દો,
- 16
૪ થી ૫ મિનિટ સુધી હલાવતાં રહો તેલ અલગ દેખાય ત્યાં સુધી રાખો,પછી તેમાં સ્વાદ વધારવા માટે ગરમ મસાલો નાખો,
- 17
બધું બરાબર મિક્સ કરો અને ઉપર બારીક સમારેલી કોથમીર ભભરાવી દો,
- 18
હવે એક બાઉલ માં કાઢી ગરમ ગરમ સર્વ કરો..એકદમ હોટેલ જેવો ટેસ્ટ આવશે, તમે જરૂર ટ્રાય કરજો,
- 19
આભાર.....
Keywords
Similar Recipes
More Recipes





























ટિપ્પણીઓ