રાજકોટ ની ફેમસ કચ્છી સેન્ડવીચ (Kacchi sandwich recipe in Gujarati)

# ફટાફટ
રાજકોટ ની ફેમસ કચ્છી સેન્ડવીચ (Kacchi sandwich recipe in Gujarati)
# ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા, ડુંગળી,વટાણા,આદુ અને લીલાં મરચાં બધું લઈ લો,
- 2
હવે બટાકા ને સારી રીતે ધોઈ લો અને કૂકર માં બટાકા અને વટાણા બંને સાથે બાફવા મૂકો,
- 3
બટેકા બફાય જાય એટલે તેની છાલ કાઢી લો અને તેને મેચ કરી માવો તૈયાર કરી લો,
- 4
ડુંગળી ને બારીક કાપી લ્યો, આદુ મરચાની પેસ્ટ બનાવો, વટાણા બાફ્યા તે બધું તૈયાર રાખો,
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું,હિંગ અને મીઠા લીમડાના પાન નાખો,
- 6
પછી તેમાં કાપેલી ડુંગળી,આદુ મરચાની પેસ્ટ અને લીલાં વટાણા ઉમેરો,
- 7
થોડીવાર સાંતળો અને પછી તેમાં બધાં મસાલા નાખો,
- 8
બધુ બરાબર મિક્સ કરી લ્યો અને તેમાં બાફેલાં બટાકાં નો માવો નાખો,અને તેમાં ગરમ મસાલો નાખી દો અને બધું બરોબર મિક્સ કરી લ્યો,
- 9
મસાલા ને મિક્સ કર્યા બાદ તેને એક બાઉલ માં કાઢી લો અને તેમાં બારીક સમારેલી કોથમીર ભભરાવી દો,
- 10
હવે સેન્ડવીચ બનાવતા પહેલા બધું રેડી કરી લ્યો,
- 11
પછી બ્રેડ ની સ્લાઈસ લો અને તેની ઉપર બટર લગાવો અને પછી ગ્રીન ચટણી લગાવો,
- 12
ચટણી લગાવ્યા બાદ તેની ઉપર તૈયાર કરેલ સ્ટફિંગ ભરી લો અને ઉપર ચીઝ સ્લાઈસ મૂકો અને પછી તેની ઉપર બીજી બ્રેડ મૂકો,
- 13
હવે તેને ટોસ્ટ સેન્ડવીચ મશીન માં કૂક કરો અને સેન્ડવીચ રેડી કરો.
- 14
આવી રીતે બધી સેન્ડવીચ બનાવી લો અને ટોમેટો સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો,રાજકોટ ની આ કચ્છી સેન્ડવીચ બધાં ને ખૂબ ભાવે છે અને ઘરે ખૂબ સહેલાઇ થી ફટાફટ બની જાય છે..
- 15
તમે પણ જરૂર ટ્રાય કરજો...આભાર.
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ