રાગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા અને વટાણા ને કુકર માં 5 સીટી એ બાફી લો
- 2
બટેટા બફાઇ ગયા પછી એને 10 મિનિટ માટે ઠંડા થવા દયો પછી એની છાલ કાઢી લ્યો અને પછી બટેટા ને મેસ કરી એમાં મીઠું લાલ મરચું પાઉડર ટોસ્ટ નો ભૂક્કો અને આમચુર્ પાઉડર નાખી બરાબર મિક્સ કરી લ્યો
- 3
હવે તૈયાર થયેલ માવા ને ગોળ વળી લઇ અને પેટીસ નો આકાર આપી દયો.ત્યાર પછી એક પેન માં થોડું તેલ મૂકી ને તૈયાર કરેલ પેટીસ ને બંને બાજુ થી સરસ સેકી લ્યો
- 4
હવે રાગડા માટે એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય બાદ્ તેમાં સૂકું મરચું રાઈ જીરું અને જીણી સમારેલી ડુંગળી નાખી ને 5 મિનિટ સુધી થવા દયો ત્યાર બાદ્ તેમાં બાફેલા વટાણા નાખી તેમાં લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો અને લીંબુ ના 5,6 ટીપાં નાખો અને 1 ગ્લાસ પાણી નાખી ને 5,7 મિનિટ સુધી થવા દયો
- 5
હવે રગડો અને પેટીસ બન્ને તૈયાર છે ગરમ ગરમ ચટણી અને જીણી ડુંગળી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ