વેજ પુલાવ (Veg Pulav Recipe In Gujarati)

વેજ પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાને 2થી 3પાણી થી ધોયને 15 મિનીટ માટે પાણી નાંખીને પલળવા દો.
- 2
હવે બધા વેજીટેબલ જીણા સુધારી લેવાં.
- 3
હવે એક તપેલીમાં 3 ગ્લાસ પાણી નાંખી ઉકળવા દો.પાણી ઊકળી જાય એટલે તેમા પલરેલ ચોખા નાખી તેમા હળદર અને મીઠું નાખી ને ચોખાને 7 થી 8 મિનીટ કુક કરી ચાયણી મા કાઢી તેની ઉપર ઠંન્ડુ પાણી રેડીદેવું.
- 4
એક કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં જીરૂ,તજ,લવિંગ અને બાદિયા નાખી સાતળી લેવા.ત્યાર બાદ તેમા ડુંગળી નાખીને સાતળવી.હવે તેમા ઝીણુ સુધારેલ લસણ,મરચું અને આદુ નાખી સાતવુ.
- 5
હવે તેમા બધા સુધારેલા શાક નાંખીને તેમા મીઠું નાખી હલાવી લેવું.અને તેમા થોડું પાણી નાંખીને તેને ઢાંકીને થોડુ ચડવા દેવુ.
- 6
ત્યાર બાદ તેમા બધા મસાલા નાખી ને હલાવી લેવુ.પછી તેમા અડધા ભાત નાખી મિક્સ કરી બીજા બધા ભાત નાખી બરાબર મિક્સ કરી લેવુ.અને એક મિનીટ માટે ઢાંકીને રહેવા દેવુ.
- 7
તો હવે તૈયારી છે ગરમા ગરમ વેજ પુલાવ.
- 8
પુલાવ ને સર્વિંગ બાઊલ મા કાઢી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ