તવા પુલાવ (Tava Pulav recipe in Gujarati)
#GA4#Week8
# તવા પુલાવ
રાંધવાની સૂચનાઓ
- 1
તવા પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો, હવે એક તવા લ્યો, તેમાં ડુંગળી નાખો,
- 2
પછી તેમાં બટર અને તેલ નાખો,
- 3
તેને થોડીવાર સાંતળો અને પછી તેમાં ટમેટાં અને કેપ્સીકમ નાં ટુકડાં નાખો,આદુ લસણ ની પેસ્ટ પણ ઉમેરો,
- 4
હવે તેને ઢાંકી દો અને એક મિનિટ સુધી કૂક થવા દો,
- 5
પછી ઢાંકણું ખોલી તેમાં બાફેલું શાક ઉમેરો,
- 6
બધાં મસાલા ઉમેરો અને લીંબુ નો રસ પણ ઉમેરી દયો, પછી ૨ ચમચી જેટલું પાણી નાખી પાકવા દયો,
- 7
ત્યારપછી તેમાં રાંધેલો ભાત ઉમેરી દયો,અને એક મિનિટ પાકવા દયો, બધું બરાબર મિક્સ કરી લ્યો,
- 8
તૈયાર છે ટેસ્ટી તવા પુલાવ, તમે તેને એક પ્લેટ માં કાઢી તેને કોથમીર થી ગાર્નિશ કરો અને દહીં અને પ્યાજ સાથે સર્વ કરો
- 9
તમે પણ જરૂર આ પુલાવ બનાવવાની ટ્રાય કરજો, ખૂબ મજા આવશે...આભાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14004630















ટિપ્પણીઓ