આંબળાની ખાટી-મીઠી ગોળી (Aamla goli recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આંબળા ધોઈ બાફી લેવા.
- 2
બફાઈ જાય એટલે તેમાંથી રેસા કાઢી પીસી લેવા.પાણી નથી નાખવાનું.અને એક નોન સ્ટિક પેનમાં ગરમ કરવા મૂકવું.
- 3
થોડી વારે તેમાંથી પાણી બળી જાય એટલે તેમાં દળેલી ખાંડ, સૂંઠ પાઉડર,સંચળ પાઉડર,અજમો મસળીને,મરી પાઉડર,હિંગ, મીઠું સ્વાદાનુસાર,આમચૂર પાઉડર,ચાટ મસાલા નાખવું.
- 4
હવે આ મિશ્રણને હલાવતા રેવું.થોડી વારમાં પેન છોડતું થઈ જશે.પછી તેને એક ડિશ માં કાઢી ઠંડુ થવા દેવું.
- 5
હવે તેની હાથ માં ઘી લગાવી નાની નાની ગોળી વાળી લેવી.
- 6
આ ગોળી ને દળેલી ખાંડ માં રગદોળી લેવી.
- 7
રેડી છે એકદમ ચટપટી આંબળા ગોળી.જે ખાવામાં એકદમ માર્કેટ જેવી જ લાગે છે. મસ્ત.....👌😋
- 8
બધા મસાલા તમે ચાખીને તમારા ટેસ્ટ મુજબ પણ ઉમેરી શકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14099178















ટિપ્પણીઓ (40)