નટસ્ સ્ટફડ ખજૂર અંજીર(Nuts stuffed Dates-fig roll recipe in Guja

શિયાળામાં અંજીર, ખજૂર અને બધા ડ્રાય ફ્રુટ આપણા શરીર ને એકસ્ટ્રા એનર્જી આપે છે અને તે આપણ ને આખા વર્ષ માટે હેલ્ધી બનાવે છે.
નટસ્ સ્ટફડ ખજૂર અંજીર(Nuts stuffed Dates-fig roll recipe in Guja
શિયાળામાં અંજીર, ખજૂર અને બધા ડ્રાય ફ્રુટ આપણા શરીર ને એકસ્ટ્રા એનર્જી આપે છે અને તે આપણ ને આખા વર્ષ માટે હેલ્ધી બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ખજૂર અને અંજીર ને 3 કલાક પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ તે બન્ને ની પેસ્ટ બનાવી લો.
- 2
ખસખસ ને આછા ભૂરા રંગની થાય ત્યાં સુધી તેને મિડિયમ તાપ પર શેકી લો અને એક વાસણમાં કાઢી લો હવે પેનમાં 1 ચમચી જામેલું ઘી નાંખો અને બંને પેસ્ટ ને શેકી લો.
- 3
1/2 શેકાય જાય ત્યારે તેમાંથી એક ચમચી પેસ્ટ એક વાસણમાં કાઢી લો અને બાકીનાં મિશ્રણ ને ત્યાં સુધી શેકી લો જ્યાં સુધી તેમાં રહેલું બધું જ પાણી બળી જાય અને પેન છોડી દે અને એક કણક તૈયાર થાય. ત્યારબાદ તેને ઠરવા દો.
- 4
ત્યારબાદ કાજુ, બદામ, પિસ્તા ની કતરણ, ટોપરા નું ખમણ અને 1 ચમચી પેસ્ટ કાઢેલી હતી તે બધું સરસ રીતે મિક્સ કરો અને તેનો એક રોલ તૈયાર કરો ત્યાં સુધી માં આપણું બીજું મિશ્રણ પણ ઠરી ગયું હશે.
- 5
હવે એ મિશ્રણ ને ફોઈલ પેપર અથવા કોઈ પ્લાસ્ટિક બૅગ પર પાથરો અને જે રોલ બનાવેલો છે તે તેની અંદર ફિલ કરો અને એક સરસ રોલ બનાવો.
- 6
ત્યારબાદ પેન માં જ શેકેલી ખસખસ નાખો અને રોલ પર બરાબર ચોંટાડી દો.
- 7
તો તૈયાર છે ખજૂર અંજીર સ્ટફડ નટસ્ રોલ અને તેને કટ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (4)