મોમોઝ(Momos Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં મીઠું નાખી અને તેનો પરોઠા જેવો લોટ બાંધવો.
- 2
કોબીજ ગાજર કેપ્સીકમ લીલી ડુંગળી એકદમ ઝીણું સુધારી લેવું. તેમાં મરીનો ભૂક્કો સ્વાદ પ્રમાણે મીઠું સીઝવાન સોસ એક ચમચી તેલ અને ખાંડ ઉમેરી હલાવી અને ઢાંકીને પાંચ મિનિટ મૂકી દેવું.
- 3
એક સફેદ મલમ નું કપડું લઇ અને આ મિશ્રણને તેમાં નાખી પોટલી વાળી વધારાનું પાણી બધું જ નિતારી લેવું.
- 4
મેંદાના લોટમાંથી નાના-નાના લુઆ તૈયાર કરી અને પૂરી વણવી તેમાં વચ્ચે આ સ્ટફિંગ ભરી અને કોઈ પણ આકારમાં મોમોઝ તૈયાર કરો
- 5
એક કડાઈમાં નીચે પાણી મૂકી તેની ઉપર કાણાવાળી પ્લેટ ઉપર આ મોમોઝ મૂકી ઉપરથી ઢાંકી અને તેને 20થી 25 મિનિટ સ્ટીમ થવા દો.મોમોઝ ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે સમજી જાવ કે મોમોઝ તૈયાર છે.
- 6
સીઝવાન સોસ મા માયો એડ કરી તેમાં ટોમેટો કેચપ નાખી તેનું ડીપ તૈયાર કરવું..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14269110

















ટિપ્પણીઓ (2)