બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેન માં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ મૂકી જીરું તતડે એટલે તેમાં લીમડા ના પાન અને લીલું મરચું નાંખો
- 2
હવે તેમાં ડુંગળી અને આદુ નાંખી સાંતળો
- 3
પછી તેમાં લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને મીઠું નાંખી મીક્સ કરો
- 4
પછી તેમાં બાફેલ બટેટા નો માવો નાંખો અને મીક્સ કરો પછી તેમાં કોથમીર નાંખી મીક્સ કરી ગેસ બંધ કરી થોડી વાર ઠંડુ થવા દો
- 5
હવે બાઉલ માં ચણા નો લોટ લઇ તેમાં મીઠું, હળદર, અજમો નાંખી પાણી નાંખી ખીરું તૈયાર કરી 15 મીનિટ રેસ્ટ આપો
- 6
હવે બટેટા નું મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે તેના ગોળા વાળી લો
- 7
ખીરા માં તેલ અને બેકિંગ સોડા નાંખી મીક્સ કરી ગોળા તેમાં બોળી ગરમ તેલ માં નાંખો
- 8
લાઈટ ગોલ્ડન તળી પ્લેટ માં કાઢી ટોમેટો કેચપ, ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14396547



















ટિપ્પણીઓ (6)