શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ કડાઈ કે પેન લઇ શીંગ ની સેકી લેવી ત્યારબાદ તેના ફોતરાં નીકળી ને મસળી લેવી જેથી તેના બે ભાગ થઇ જાય
- 2
હવે કડાઈ માં ગોળ સમારી ને લેવો ધીમા તાપે સેકવું જોડે જોડે હલાવતા રેહવું. ગોળ પીગળી જાય ત્યાં સુધી શેકવા દેવું ઘી નાખી હલાવતા રેહવું
- 3
ગોળ કાળો પડી જાય ત્યાં સુધી શેકતા રેહવું હવે તેમાં સોડા નાખી હલાવી ને શીંગ નાખી દહીં હલાવી ગેસ બંધ કરવો
- 4
પથ્થર પર તેલ લગાવી પેહલા થી જ તૈયાર રાખવું હવે તૈયાર થયેલું ચીક્કી નું મિશ્રણ બરાબર મિક્સ કરી ને પથ્થર પર પાથરી દેવું
- 5
એક વેલણ લઇ તેના પર પણ તેલ લગાવી ને વણી લેવું. ૫ મિનિટ ઠંડુ થયા બાદ કટર થી કટ કરી દેવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14426128














ટિપ્પણીઓ (2)