ચાઈનીઝ ફા્ઈડ રાઇસ (Chinese Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ને પાણીથી ધોઈ તેમાં મીઠું નાખી ગેસ ઉપર મૂકી દેવા પછી તેનો ઓસાવી લેવા.
- 2
ત્યારબાદ ગાજર,લીલી ડુંગળી,ફણસી અને બટેટા સુધારી લેવા તેમજ આદુ મરચાં અને લીલા લસણની પેસ્ટ કરી લેવી.
- 3
હવે એક કડાઈમાં બે મોટી ચમચી તેલ મૂકવું ત્યારબાદ તેમાં આદુ મરચાં લીલા લસણની પેસ્ટ નાખવી પછી તેમાં લીલી ડુંગળી નાખવી અને સાંતળવું.
- 4
ત્યારબાદ તેમાં બટેટા ગાજર અને ફણસી નાખી હલાવીને ચડવા દેવું.
- 5
પછી તેમાં મીઠું અને વિનેગર નાખી હલાવવું.
- 6
પછી તેમાં ગ્રીન ચીલી સોસ,રેડ ચીલી સોસ નાખી હલાવી લેવું ત્યારબાદ તેમાં સોયા સોસ નાખી હલાવો.
- 7
પછી તેમાં તૈયાર કરેલા ભાત ઉમેરી હલાવી લેવા.
- 8
ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં નીકાળી તેના પર કોથમીર ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14427020




















ટિપ્પણીઓ (8)