વેજીટેબલ તવા પુલાવ (Vegetabel Tawa Pulav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને ૫ મિનિટ માટે પલાળી અને ગરમ પાણી માં છૂટા રાંધી લેવા હવે પાણી નિતારી અને ચોખા ને એક થાળીમાં છૂટા પાડી ને ઠંડા કરી લેવા
- 2
લીલા વટાણા, બટેટા તથા ફ્લાવર ને ગરમ પાણીમાં એક હુંફાળો આવે ત્યાં સુધી બાફી લેવું
- 3
એક મોટા તવા ને ગરમ કરવા મૂકવું તવો ગરમ થાય એટલે તેમાં તેલ તથા બટર ગરમ કરવું
- 4
ગરમ તેલમાં બધી જ સબ્જી ઉમેરવી સબ્જી થોડી ચઢે એટલે તેમાં ટામેટાં ઉમેરી ને ટામેટાં ને એકદમ ચઢવા દેવા
- 5
સબ્જી ચઢે એટલે તેમાં મીઠું ૧ ચમચી મરચું તથા ૧ ચમચી ગરમ મસાલો ઉમેરીને સરખું મિક્સ કરી લેવું
- 6
સબ્જીમાં અડધા ભાત ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવા હવે ફરી તેમાં બીજા અડધા ભાત ઉમેરી એક ચમચી મરચું તથા ૧ ચમચી ગરમ મસાલા પાઉડર, કોથમીર ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવું અને બેથી ત્રણ મિનિટ માટે પુલાવ ને પુલાવ ચઢવા દેવો
- 7
તૈયાર છે ગરમા ગરમ વેજીટેબલ તવા પુલાવ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14453933














ટિપ્પણીઓ (8)