વેજીટેબલ તવા પુલાવ (Vegetabel Tawa Pulav Recipe in Gujarati)

Sonal Shah
Sonal Shah @Sonal_14
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૨ વાટકીપુલાવ નાં ચોખા
  2. ૧ નાની વાટકીઝીણા સમારેલા ગાજર
  3. ૨ નાની વાટકીઝીણા સમારેલા ટામેટા
  4. ૨ નાની વાટકીઝીણા સમારેલા કાંદા
  5. ૧ નાની વાટકીઝીણા સમારેલા કેપ્સીકમ
  6. ૧ નાની વાટકીઝીણી સમારેલી કોથમીર
  7. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  8. ૨ ચમચીબટર
  9. ૨ ચમચીતેલ
  10. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૨ ચમચીગરમ મસાલો
  12. સ્વાદ મુજબ મીઠું
  13. ૧ નાની વાટકીઝીણા સમારેલા બટેટુ
  14. ૧ નાની વાટકીમોટું સમારેલું ફ્લાવર
  15. ૧ નાની વાટકીલીલા વટાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા ને ૫ મિનિટ માટે પલાળી અને ગરમ ‌પાણી માં છૂટા રાંધી લેવા હવે પાણી નિતારી અને ચોખા ને એક થાળીમાં છૂટા પાડી ને ઠંડા કરી લેવા

  2. 2

    લીલા વટાણા, બટેટા તથા ફ્લાવર ને ગરમ પાણીમાં એક હુંફાળો આવે ત્યાં સુધી બાફી લેવું

  3. 3

    એક મોટા તવા ને ગરમ કરવા મૂકવું તવો ગરમ થાય એટલે તેમાં તેલ તથા બટર ગરમ કરવું

  4. 4

    ગરમ તેલમાં બધી જ સબ્જી ઉમેરવી સબ્જી થોડી ચઢે એટલે તેમાં ટામેટાં ઉમેરી ને ટામેટાં ને એકદમ ચઢવા દેવા

  5. 5

    સબ્જી ચઢે એટલે તેમાં મીઠું ૧ ચમચી મરચું તથા ૧ ચમચી ગરમ મસાલો ઉમેરીને સરખું મિક્સ કરી લેવું

  6. 6

    સબ્જીમાં અડધા ભાત ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવા હવે ફરી તેમાં બીજા અડધા ભાત ઉમેરી એક ચમચી મરચું તથા ૧ ચમચી ગરમ મસાલા પાઉડર, કોથમીર ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવું અને બેથી ત્રણ મિનિટ માટે પુલાવ ને પુલાવ ચઢવા દેવો

  7. 7

    તૈયાર છે ગરમા ગરમ વેજીટેબલ તવા પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Shah
Sonal Shah @Sonal_14
પર

Similar Recipes