મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)

મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ અને મેંદો લઈ તેમાં વાટેલુ જીરુ પાઉડર, મરી નો પાઉડર મીઠું, મેથી ની ભાજી, તેલ નુ મોણ નાખી બરાબર મિક્ષ કરી લેવુ અને જરૂર મુજબ પાણી નાખી એકદમ કઠણ નઈ કે એકદમ નરમ નઈ એવો મિડિયમ લોટ બાંધી લેવુ. પછી તેને ઢાંકી ને ૧૦ મિનિટ માટે ઢાંકી ને રહેવા દેવું.
- 2
હવે લોટ ને સરસ મસળી ને તેમાંથી એક મોટો લુવો લઈ તેને મિડિયમ થીક રહે તે રીતે વણી લેવુ. હવે તેના પર ૧ ચમચી જેટલું ઘી ચોપડી તેના પર કોરો મેંદો બરાબર છાંટી લેવું અને તેનો રોલ વાળી લેવું રોલ એકદમ ટાઈટ નઈ વાળવું કે એકદમ ઢીલુ પણ નઈ વાળવું. રોલ વળાઈ જાય એટલે રોલ ના મિડિયમ સાઈસ ના ટુકડા કરી લેવુ. અને એક ટુકડો લઈ તેને હળવા હાથે ૨ કે ૩ જ વેલણ મારી બવ નાની નઈ કે બવ મોટી નઈ એવી પૂરી વણી લઈ તેને ધીમા તાપે ગુલાબી રંગ આવે ત્યા સુધી તળી લેવુ.
- 3
ગરમાગરમ ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને લાંબો સમય સુધી સાચવી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (9)