મેથી બાજરા ના થેપલા (Methi Bajrana thepla recipe in Gujarat)

Kajal Panchmatiya @cook_23026917
મેથી બાજરા ના થેપલા (Methi Bajrana thepla recipe in Gujarat)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે મેથીની ભાજી અને લીલું લસણ ઝીણું સમારી લેશો પછી એક મોટા બાઉલમાં બાજરાનો લોટ લો
- 2
બાજરાના લોટમાં મેથીની ભાજી અને લીલું લસણ ઉમેરો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરો
- 3
ત્યારબાદ તેમાં હિંગ હળદર અને મરચાની ભૂકી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો
- 4
હવે આપણે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખી ને રોટલા ના લોટ જેવો લોટ બાંધી લઈશું પછી ગેસ ઉપર લોઢી ગરમ મૂકો
- 5
પછી તેને રોટલા ની જેમ ઘડીલો જો હાથથી ન ફાવે તો પાટલા માં પણ બનાવી શકાય છે પછી તેને લોઢી ઉપર મૂકી દો મીડીયમ આજ ઉપર તેને તેલ નાખીને બરાબર શેકી લો
- 6
બંને સાઇડ બરાબર શેકી લો પછી તેને ચા સાથે સર્વ કરો તૈયાર છે મેથી બાજરા ના થેપલા જેને આપણા ગુજરાતી ઢેબરા પણ કહે છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તો એકવાર જરૂર ટ્રાય કરજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14472088





















ટિપ્પણીઓ (13)