પંજાબી છોલે (Punjabi Chhole Recipe in Gujarati)

# છોલે ચણા માં થી બહુજ પ્રોટીન મળે છે.
પંજાબી છોલે (Punjabi Chhole Recipe in Gujarati)
# છોલે ચણા માં થી બહુજ પ્રોટીન મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પલાળેલા છોલે ચણા ને મીઠું અને પાણી નાંખી કુકર માં ૬ સીટી વગાડી લેવી. ઠંડુ પડે એટલે પાણી નિતારી સાઈડ પર રાખવા.ડુંગળી માં લીલા મરચાં, આદું નાખી ને પેસ્ટ બનાવી લેવી.લસણ ને ક્રશ કરી લો.
- 2
ટામેટાં ને પણ મિક્સર માં વતી ને પેસ્ટ બનાવી લેવી.સીંગદાણા ને ક્રશ કરી લેવા.
- 3
એક નોનસ્ટિક પેન લઇ તેમાં ઘી અને તેલ નાખવું ગેસ ચસલું કરવો ગરમ થઇ એટલે તેમાં જીરું નાખવું તતડે એટલે વઘાર નું મરચું, તમાલપત્ર નાંખી ડુંગળી વાળી પેસ્ટ અને કચરેલું લસણ નાખી સાંતળવું.
- 4
ડુંગળી ગુલાબી રંગ ની થાય (શેકાઈ જાય) એટલે તેમાં ટામેટાં ની પેસ્ટ નાંખી હલાવી લેવું અને સાંતળવું. તેલ છૂટું પડે એટલે તેમાં સીંગદાણા નો ભૂકો, લાલ મરચું, હળદર, ધાણાજીરું, છોલે મસાલો, જરૂર મુજબ મીઠું નાખી ને હલાવી બરાબર મીક્સ કરવું.(થોડું પાણી નાંખી ને)
- 5
તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલા છોલે ચણા, થોડા લીલા ધાણા અને જરૂર મુજબ પાણી(રસો થાય એ માટે) નાંખી હલાવી દેવું અને ઢાંકી ને તજોડીવાર થવા દેવું. મસાલો અને ચણા બરાબર મીક્સ થાય ત્યાં સુધી.
- 6
તડકા માટે વઘારીયા માં ૧ ટી.ચમચી તેલ લઈ ગરમ થાય એટલે ૧ ટી.ચમચી મરચું નાખી તરત જ છોલે ચણા માં પણ માં રેડી દેવું.તૈયાર છે પંજાબી છોલે ચણા.
- 7
સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર લીલા ધાણા નસખવા અને પરોઠા,રાઈસ અને સલાડ પાપડ સાથે પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (3)