બાજરી મેથી ના વડા (Bajri Methi Vada Recipe in Gujarati)

Vaidehi J Shah @Khrishu_1411
બાજરી મેથી ના વડા (Bajri Methi Vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દહીં મા ગોળ મિક્સ કરી 30 મિનિટ સુધી રહેવા દો.
- 2
ત્યાર બાદ એક વાસણમાં ત્રણેય લોટ લઈએ તેમાં મીઠું, હળદર, તલ, લીલાં મરચાં ને પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં તેલ અને દહી ગોળ નું મિશ્રણ અને મેથી ઉમેરી બરાબર મિક્સ કરી લોટ બાંધો જરૂર લાગે તો પાણી નાખી પરાઠા જેવો લોટ બાંધી લો.
- 3
હવે એક કોટન ના કાપડ ને ભીનો કરી અડધો રૂમાલ આડની પર અને અડધો નીચે રાખી લોટ નાં લુવા કરી 4 લુવા આડની પર મૂકી રૂમાલ ઢાંકી વાડકી થી 2 થી 3 વાર દબાવી દો.
- 4
હવે વડા ને ગરમ તેલ માં મિડિયમ ગેસ પર કલર બદલાય ત્યાં સુધી તળવા.
- 5
વડા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં 3 થી 4 દિવસ સુધી રાખી હતી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14477274













ટિપ્પણીઓ