દૂધી ના કોફ્તા નું શાક (Dudhi Kofta Shak Recipe In Gujarati)

દૂધી ના કોફ્તા નું શાક (Dudhi Kofta Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ની ખમણી નાખો
- 2
બાઉલમાં ચણાનો લોટ લઈને ખમણેલી દુધી હળદર. મીઠું નાખીને લોટ બાંધો. પાણી થી લોટ બાંધવાનું નથી દૂધી ના પાણી થી લોટ બંધાઈ જાય છે.
- 3
ગેસ પર કડાઈ મૂકી તેલ ગરમ કરવા મુકો. તેલ આવી ગયા બાદ. ભજીયા પાડીતે રીત ગોળ કોફ્તા તળો.કોફ્તા એકદમ લાલ કરવા
- 4
ત્યાર બાદ ટામેટાની ગ્રેવી બનાવી લો. આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લો. ડુંગળીની ગ્રેવી બનાવીલ્યો.
- 5
ગેસ કડાઈ મૂકી. ૩ ચમચી તેલ નાખી. તજ અને લવિંગ નો વધાર કરો.પછી તેમાં ટામેટાની ગ્રેવી. આદુ મરચાં અને લસણ ની પેસ્ટ. ડુંગળીની ગ્રેવી.. નો વઘાર કરો.
- 6
પછી તેમાં તાજી મલાઈ એક ચમચી નાખો. ધાણાજીરું. મીઠું. ચટણી. ખાંડ. હળદર.ગરમ મસાલો. ખમણેલું આદુ. બધું મિશ્રણ કરી નાખો.
- 7
પછી તેમાં દૂધી ના ફોફતા ના નાખો. અને ઉકળવા દયો. તેમાં થોડુંક પાણી નાખો અને ઉકળવા દયો. ઘટ થઈ જાય ત્યાં સુધી રાખો.
- 8
તો ત્યાર છે સરસ મજાના દૂધી ના કોફ્તા નું શાક જે ખુબ સ્વાદિષ્ટ બને છે
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (2)