એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રેડ સોસ બનાવવા માટે ટમેટા ને ગેસ પર શેકી લો ડુંગળી કેપ્સીકમ કાપી લો અને મરચા પલાડી દો
- 2
હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં મેંદો નાખી ૧ મિનીટ માટે શેકી લો પછી તેમાં લસણ ડુંગળી નાખી સાંતળો પછી તેમાં ટામેટાની છાલ ઉતારી અને એ નાખો હવે તેમાં નમક લાલ મરચું અને ઓરેગાનો નાખી એક કપ પાણી નાંખી અને એક ઉફાળો આવાદો અને એક ચમચી ખાંડ નાખો હવે તે ઠંડુ થાય એટલે મિક્સરમાં એ બધું નાખી અને એમાં ટમેટો કેચપ નાખી અને પીસી લો
- 3
સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને પછી કેપ્સીકમ નાખો હવે તેમાં રાજમાં નાખો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અને નમક નાખી બરાબર હલાવી લો
- 4
ટોટીઁલા માટે ઘઉંના લોટમાં નમક બેકિંગ પાવડર બટર અને હુંફાળુ પાણી નાખી અને સોફ્ટ લોટ બાંધી લો અને તેને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો હવે તેની પાતળી રોટલી વણી નોનસ્ટિક તવા પર બંને બાજુ શેકી લો અને કપડામાં રાખી દો
- 5
હવે રોટલી પર રેડ સોસ લગાડી તેની ઉપર સ્ટફિંગ મૂકો અને ચીજ નાખો અને તેનો રોલ વાળો ત્યારબાદ બેકિંગ ટ્રેમાં રેડ સોસ નાખો અને તેમાં બધા રોલ ગોઠવો
- 6
હવે તે રોલ ઉપર ફરીથી રેડ સોસ પાથરો અને તેની ઉપર ચીઝ ખમણી ને નાખો અને ઉપર રેડ ચીલી અને ઓલીવ રાખો હવે ૨૦૦ ડિગ્રી 5 મીનીટ પી્હીટ ઓવન મા 15 મીનીટ બેક કરો
- 7
તૈયાર છે એન્ચિલાડાસ કટ કરી સવઁ કરો
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (31)