લીલી તુવેર ના સમોસા(Lili Tuver Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને તુવેરને બાફી લેવા તેમજ ડુંગળી સુધારી લેવી.
- 2
ત્યારબાદ બટાકા અને તુવેરને મેશ કરી લેવાં.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી તેમાં સુધારેલી ડુંગળી નાખી સાંતળો.
- 4
ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી હલાવી લો પછી તેમાં કોથમીર આદુ મરચાં લસણની પેસ્ટ નાખી કરી નાખો ત્યારબાદ મેશ કરેલા બટાકા અને તુવેર નાખી મિક્સ કરી લેવું તો તૈયાર છે આપણા સમોસા નો મસાલો.
- 5
હવે સમોસા માટેનો લોટ બાંધવો જેમાં મેંદો લઈ તેમાં તેલનું મોણ મીઠું અને પાણી નાખી લોટ બાંધવો પછી તે લોટમાંથી રોટલી વણી તેને સમોસાના મશીન પર રાખી તેમાં સમોસા નો તૈયાર કરેલો મસાલો ભરવો.
- 6
આ રીતે લોટમાંથી રોટલી વણી સમોસા ને ભરી લેવા પછી કડાઈમાં તેલ મૂકી બધા સમોસા તળી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14547140





















ટિપ્પણીઓ (4)