દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati)

#GA4
#Week21
#FoodPuzzleWeek21word_Bottlegourd
દૂધી એક એવું શાક છે જે મોટા,નાના ઘણા ને ભાવતું નથી .એક ની એક દૂધી ની વાનગી જેમ કે દુધી ના મુઠીયા, દૂધી નો હલવો કે દુધી ના થેપલા ખાઈ ને કંટાળી જવાય.તો આ નવી વાનગી દુધી ના ચિલાં બનાવી ને ખાઓ.એકદમ ટેસ્ટી, સ્વાસ્થ્યવર્ધક છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સી જાર માં રવો,ગરમ પાણી,દહીં અને મીઠું નાખી ખીરું બનાવવું.તેને એક બાઉલ માં કાઢી લેવું.
- 2
હવે તેમાં છીણેલી દૂધી,સમારેલો કાંદો,કોથમીર,સમારેલી પાલક,કાપેલા મરચા,આદુ લસણ ની પેસ્ટ,બેકિંગ સોડા,હળદર અને થોડું મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી લેવું.જરૂર પડે તો પાણી નાખી ચીલા નું ખીરું બનાવવું.
- 3
તવા ને મધ્યમ તાપે ગરમ કરી તેના પર તેલ ચમચી તેલ ગરમ કરવું.તેમાં 1/4 ચમચી રાઈ અને ત્રણ ચાર કરી પત્તા નાખી રાઈ તતડે પછી બે મોટા ચમચા ખીરું પાથરવું.બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરવું.આ રીતે બધા ચીલા બનાવી લેવા.
- 4
દૂધી ની છાલ ની ચટણી બનાવવા માટે એક પેન માં તેલ ગરમ કરવું.તેમાં ચણા નું દાળ થોડી બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.તેમાં શીંગ અને સુધી ની છાલ નાખી એક બે મિનિટ શેકી લેવું.મિશ્રણ ઠંડુ થાય પછી મિકસી જાર માં નાખવું.
- 5
તેમાં લસણ ની કળી,મીઠું,દહીં અથવા લીંબુ નો રસ અથવા આંબલી નાખવી.બે લીલા મરચા નાખી બારીક વાટી લેવી.જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું.તેલ ગરમ કરી,તેમાં રાઈ,કરી પત્તા,અડદ ની દાળ,હિંગ નાખી વઘાર કરવો.ચટણી તૈયાર છે!
- 6
ગરમ ગરમ દૂધી ના ચીલા દૂધી ની છાલ ની ચટણી સાથે પીરસવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ