લીલી હળદર અને વટાણા ની સબ્જી (Raw Turmeric Peas Sabji Recipe In Gujarati)
Komal Pandya @cook_24257104
લીલી હળદર અને વટાણા ની સબ્જી (Raw Turmeric Peas Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ ઘટકો રેડી કરી લો.વટાણા બાફેલા લેવા.
- 2
ત્યારબાદ ૧ પેન મા તેલ ગરમ કરવા મૂકો.ગરમ થઇ જાય એટલે તેમાં ખમણેલી હળદર નાખો.સતત હલાવતા રહો
- 3
૫ મિનીટ થાય એટલે તેમાં સમારેલું લીલું લસણ નાખો.તેની ૨ મિનીટ પછી સમારેલી ડુંગળી,આદુ મરચા પણ એડ કરો.સતત હલાવતા રહેવું.ડુંગળી એકદમ પકવી લો.
- 4
ત્યારબાદ તેમાં મીઠું,લાલ મરચું ને ટામેટા નો પલ્પ નાખી ને હલાવો.૨ મિનીટ થાય એટલે તેમાં દહીં એડ કરો.
- 5
થોડી વાર હલાવી તેમાં વટાણા નાખી લો.અને હવે લીડ થી કવર કરી ૫ મિનીટ થવા દેવું. લાસ્ટ માં ૧ ચમચી ગોળ નાખી દેવો.લીલી હળદર ઓછી અને વટાણા થોડા વધારે નાખવા એટલે ટેસ્ટ બોવ જ સરસ આવશે.
- 6
તો હવે રેડી છે લીલી હળદર અને વટાણા ની સબ્જી સર્વ કરવા માટે......
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553076








ટિપ્પણીઓ