શુગર ફ્રી કેક (Sugar Free Cake Recipe in Gujarati)

Vaidehi J Shah @Khrishu_1411
શુગર ફ્રી કેક (Sugar Free Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દુધ, દહીં, ગોળ, બટર અને ડ્રાયફ્રુટ લઈએ બરાબર મિક્સ કરી ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
- 2
હવે રાગી, ઘઉં નો લોટ અને કોકો પાઉડર, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ને બરાબર ચાળી લો. ત્યાર બાદ દુધ ના મિશ્રણ માં ઘઢા ના પડી એ રીતે મિક્સ કરી હલાવતા રહો. (જરૂર લાગી તો 2 થી 3 ટે.સ્પૂન દુધ નાખવું.. બહુ પાતળું ખીરું નહીં કરવું)
- 3
હવે બરાબર મિક્સ કરી થોડા ડ્રાયફ્રુટ નાખી મિક્સ કરી લો.
- 4
હવે એક કેક ના મોલ્ડ તેલ લગાવે બટર પેપર મૂકી કેક ના મિશ્રણ ને પથરી દો
- 5
કેક ને પ્રી હિટ ઓવન 220c પર 25 થી 30 મિનિટ બેક કરી (કેક થઈ છે કે નહીં એ ચેક કરવા knife ને મદદ થી ચેક કરો) એકદમ ઠંડી થાય પછી તમારે મનપસંદ રીતે ડેકોરેશન કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14591540















ટિપ્પણીઓ (4)