ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)

દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર અને મીઠાને ભેગું કરી ચાળી લેવું. ઓવનને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવું.
- 2
પીગળેલા બટર અથવા તો તેલમાં ખાંડ મિક્સ કરી બરાબર હલાવી લેવું. બીજા વાસણમાં દહીં ઉમેરી તેમાં 1 ટેબલસ્પૂન પાણી ઉમેરી બધું એકદમ બરાબર હલાવી લેવું. એમાં વિનેગર અને બેકિંગ સોડા ઉમેરી બરાબર હલાવવું જેથી કરીને ફીણ થવા લાગે.
- 3
હવે લોટના મિશ્રણમાં દહીંનું મિશ્રણ, ખાંડનું મિશ્રણ અને પાણી ઉમેરી બધું બરાબર હલાવી લેવું. વેનિલા એસેન્સ ઉમેરી બધુ ઝડપથી બરાબર હલાવી લેવું જેથી કરીને એકદમ સ્મૂધ કેકનું બેટર તૈયાર થાય.
- 4
હવે ગ્રીસ કરેલા એક બેકિંગ ટીન માં આ બેટર રેડી દેવું અને ઊંચકીને ધીમે રહીને ટેપ કરવું જેથી કરીને હવા બહાર નીકળી જાય. 180 ડિગ્રી પર 35 થી 40 મિનીટ માટે બેક કરવું. કેક બેક થઈ છે કે નહીં એ ચપ્પુની મદદથી તપાસી લેવું. ચપ્પુ સાફ નીકળે તો કેક તૈયાર છે જો ચપ્પુ પર કેકનું બેટર નીકળે તો કેક થોડીવાર વધારે બેક કરવી.
- 5
કેકને ઓવનમાંથી બહાર કાઢીને 20 મિનિટ સુધી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેવી. હવે તેને ટીન માંથી એક જાળી પર કાઢી લેવી જેથી કરીને શેવાળ ના બાઝે. કેક નેજાડા કપડા થી ઢાંકીને એકદમ ઠંડી થવા દેવી. ત્યારબાદ કેકને આડી કાપી ને એના ત્રણ ભાગ કરી લેવા.
- 6
એક મોટા વાસણમાં વ્હિપિંગ ક્રીમ લઈને એને સોફ્ટ પીક્સ થાય ત્યાં સુધી બીટ કરવું. હવે તેમાં ઓરિયો બિસ્કીટ નો ભૂકો ઉમેરી બરાબર હલાવી લેવું.
- 7
હવે કેક નો એક ભાગ લઈને એના પર તૈયાર કરેલું ક્રીમ એક લેવલમાં પાથરી દેવું. આ રીતે બાકીના બચેલા ભાગને પણ તૈયાર કરી લેવા. હવે આખી કેક ઉપર ક્રીમ લગાવીને લેવલ કરી લેવું. હવે એક સ્કવિઝી બોટલ માં ચોકલેટ ગનાશ ભરીને સાઈડ પર ચોકલેટ ગનાશ પાઇપ કરવું. પાઈપિંગ બેગ ની મદદથી કેક ની ઉપર ફ્લાવર્સ બનાવવા. કેક ની વચ્ચે ચોકલેટ ગનાશ રેડવું. દરેક ફ્લાવર ની વચ્ચે એક-એક બિસ્કીટ ગોઠવવું અને ગનાશ ની ઉપર પણ થોડો બિસ્કીટનો ભૂકો મુકવો. પસંદગી મુજબ નું કોઈ પણ પ્રકાર નું ફ્રોસ્ટિંગ કરી શકાય. તૈયાર કેક ને રેફરીજરેટ કરવી.
- 8
ચોકલેટ ઓરિયો કેક સર્વ કરવા માટે તૈયાર છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (24)