પાપડ નું ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)

Daksha Bandhan Makwana @cook_16121940
પાપડ નું ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ મમરા લઇ ને કોરા શેકી લેવા અનેં બીજી કઢાઈ મા તેલ મુકી તેમાં અડદ નાં પાપડ ને તળી ને રેડી કરી લો
- 2
ગેસ ચાલુ કરી એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકી તેમાં હળદર અનેં મીઠુ નાખી ને સેકેલ મમરા નાખી દેવા અનેં મિક્ષ કરી લેવા.
- 3
હવે ગેસ ધીમો રાખી ને તેમાં લાલ મરચુ પાઉડર નાખી ને હલાવી લો
- 4
હવે એક કઢાઈ માં વધારેલા મમરા તળેલા પાપડ નો ભુક્કો,અનેં સેવ ત્રણેય લયિ ને હલકા હાથે મિક્ષ કરી લેવું.
- 5
હવે તેમાં લાલ મરચું પાઉડર નાખી ને એક વઘારિયા માં તેલ ગરમ કરી તેમાં લીંબુ નાં ફુલ નો પાઉડર કરી ને નાખી ને બરાબર તેલ માં મિક્ષ કરી ને એ તેલ ને લાલ મરચા ઉપર નાખી દેવું અનેં મિક્ષ કરી લેવું.
- 6
હવે એનાં પર દળેલી ખાંડ નાખી ને હલકા હાથે મિક્ષ કરી લેવું.
- 7
રેડી છે ખાટું મીઠુ ચટપટુ પાપડ નું ચવાંણુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14622397



















ટિપ્પણીઓ