પપૈયાં જામ વિથ ફ્રુટી સેન્ડવીચ (Papaya Jam Fruity Sandwich Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
પપૈયાં જામ વિથ ફ્રુટી સેન્ડવીચ (Papaya Jam Fruity Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રેશ જામ બનાવવા માટે સુધારેલો પપૈયા મીકસર જાર માં લઈ તેને ક્રશ કરી લો. આ મિશ્રણ ને એક નોન સ્ટિક પેન માં લો. તેને સતત હલાવતા રહો, થોડું જાડું થવા દો.
- 2
ત્યાર બાદ તેમાં જરૂર મુજબ ની ખાંડ ઉમેરી હલાવતા રહો અને જાડું થવા દો. છેલ્લે તેમાં લીંબુનો રસ અને ચપટી ફુડ કલર ઉમેરી હલાવી થોડું ઠરવા દો. તો તૈયાર છે પપૈયાં જામ.
- 3
હવે સેન્ડવીચ બનાવવા માટે બ્રેડ પર બનાવેલો જામ લગાવો. તેના પર ફ્રુટ મસાલો ભભરાવો. એક બ્રેડ પર કેળાં ની સ્લાઈસ અને તેના પર પપૈયાં ની સ્લાઈસ ગોઠવો. બીજી બ્રેડ પર તરબુચ ની સ્લાઈસ અને સફરજન ની સ્લાઈસ ગોઠવો. બંને ફ્રુટ વાળી બ્રેડ પર ફરી મસાલો ભભરાવો. તેના પર ત્રીજી બ્રેડ ઉંધી મુકી પેક કરી લો.
- 4
સેન્ડવીચ ને કટ કરી સર્વ કરો. આ સેન્ડવીચ હેલ્ધી પણ કહેવાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625344










ટિપ્પણીઓ (2)